દિવાળીના એક દિવસ પહેલા ISRO કરશે કમાલ
ભારતિય અંતરિક્ષ રિસર્ચ સંગઠન દિવાળીના એક દિવસ પહેલાં પોતાનો સૌથી ભારી રૉકેટ લૉન્ટ કરવા જઇ રહી છે. આ રૉકેટની મદદથી બ્રિટિશ સ્ટાર્ટ અપ કંપની ‘વનવેબ’ પોતાનો સેટેલાઇટ અંતરિક્ષમાં છોડશે. આ સેટેલાઇટ દુનિયામાં અંતરિક્ષથી ઇન્ટરનેટની સુવિધા પ્રદાન કરવાની છે. આ કંપનીમાં શેર હોલ્ડર ભારતની ‘ભારતી એન્ટરપ્રાઇઝ’ કંપની એટલે કે એરટેલવાળી કંપની છે.
ઇસરો દ્વારા લૉન્ચ થનાર આ રૉકેટનું નામ છે, લૉન્ચ વ્હીકલ માર્ક- 3 ( LVM- 3). જેને પહેલાં તેને ‘જિયોસિંક્રોન્સ લૉન્ચ વ્હીકલ માર્ક-3’થી ઓળખવામાં આવતું હતું. આ રૉકેટમાં વનવેબના 36 સેટેલાઇટ જઇ શકે છે. આ સમગ્ર મિશનનું નામ LVM3-M2/OneWeb India-1 Mission. આ રૉકેટનું લોન્ચિંગ 23 ઑક્ટોબર 2022નાં સવારે સાત વાગ્યે શ્રી હરિકોટાના સ્પેસપોર્ટ પર થશે.
ઇસરોનાં અધિકારીઓએ કહ્યું કે રૉકેટનાં ક્રાયો સ્ટેજ, ઇક્વિપમેન્ટનની બે અસેમ્બલી પૂરી થઇ ચૂકી છે. સેટેલાઇટને રૉકેટનાં ઉપરી ભાગમાં લગાવી દેવાયું છે જેની છેલ્લી ચેકિંગ ચાલુ છે.