બ્રિટનની ટીવી ચેનલ પર શીખ સમુદાયને ભડકાવવાનો આરોપ, 50,000 પાઉન્ડ દંડ કરાયો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

બ્રિટનમાં એક ચેનલ પર શીખોને ભડકાવવા બદલ મીડિયા રેગ્યુલેટરી સંસ્થાએ 50000 પાઉન્ડ દંડ ફટકાર્યો છે. મળતી વિગતો પ્રમાણે ખાલસા ટીવી નામની ચેનલ પર દેશના શીખ સમુદાયને ભડકાવવાનો, ભારતમાં બનેલી હિંસક ઘટનાઓની વકિલાત કરવાનો અને પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની તસવીર બતાવવાનો આરોપ લગાવાયો હતો અને એ પછી ચેનલને દંડ ફટકારવામાં આવ્યો હતો. બ્રિટન સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત મીડિયા રેગ્યુલેટરી સંસ્થા ઓફકોમ દ્વારા શુક્રવારે આ સંદર્ભમાં આદેશ આપવામાં આવ્યો હતો.ખાલસા ટીવી દ્વારા વર્ષ 2018માં ચાર, સાત અને નવ જુલાઈના રોજ એક સંગીત વિડિયો પ્રસારિત કર્યો હતો.આ અંગે તપાસ બાદ સંસ્થાને લાગ્યુ હતુ કે, આ વીડિયો થકી બ્રિટનમાં રહેતા શીખોની ઉશ્કેરણી કરવામાં આવી રહી છે.

દર્શકોને પ્રભાવિત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જે પ્રસારણના નિયમોનુ ઉલ્લંઘન છે. આ ઉપરાંત પ્રસારિત કરાયેલા બીજા એક કાર્યક્રમમાં પ્રતિબંધિત આતંકી સંગઠન બબ્બર ખાલસાનો પણ સંદર્ભ આપવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે ખાલસા ટીવી બ્રિટનના શીખ સમુદાયમાં લોકપ્રિય છે.આ ચેનલના પ્રસારણને લઈને બ્રિટનના પ્રસારણ મંત્રાલયને ફરિયાદો પણ મળી હતી.તપાસમાં એ વાત નોંધવામાં આવી છે કે, વિડિયોમાં ભારત સામે હિંસાની વકીલાત પર પણ જોર મુકવામાં આવ્યુ છે.પ્રસારણ મંત્રાલયે પોતાના આદેશમાં કહ્યુ છે કે, નિયમોનુ પાલન નહીં કરવા બદલ બે કાર્યક્રમો માટે ખાલસા ટીવીને 50000 પાઉન્ડનો દંડ કરવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.