બિહારમાં 100 લોકો ભરેલી હોડી ઉંધી પડતા પાંચના મોત, કેટલાંય ગુમ.

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

બિહાર ના ભાગલપુર માં હોડી પલટવાથી પાંચ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. જ્યારે કેટલાંય લોકો ગુમ થઇ ગયા છે. આ અકસ્માત નૌગછિયા ના કરારી તીનટંગા દિયારામાં બની છે. ગંગાની ઉપધારામાં હોડી પલટી ગઇ. ખેતરમાં કામ કરતાં લોકોનું માનીએ તો આ હોડીમાં 100 લોકો સવાર હતા. એસડીઆરએફની ટીમ રવાના થઇ ગઇ છે. અત્યાર સુધીમાં 5 લોકોના મૃતદેહ મળી ચૂકયા છે જ્યારે 15 લોકોની સ્થિતિ નાજુક છે. કહેવાય છે કે ગુરૂવાર સવારે તિનટંગાથી કેટલાંય લોકો દિયારા માટે હોડીમાં નીકળ્યા હતા. હોડીમાં મહિલાઓ પણ સામેલ હતી. હોડી મહતો બહિયાર ઘાટથી રવાના થઇ ત્યારે સ્થિતિ સામાન્ય હતી.

જેવી હોડી દર્શનિયાં ધારમાં ગઇ ત્યાં તેજ પ્રવાહના વમળમાં ફસાતા હોડી પલટી ગઇ. જ્યારે અકસ્માત થયો ત્યારે હોડીમાં 100 લોકો સવાર હતા. આનન-ફાનનમાં ખેતરમાં કામ કરી રહેલા મજૂરોએ કેટલાંય લોકોના જીવ બચાવ્યા. જેમાંથી 15ની સ્થિતિ નાજુક છે. સ્થળ પર હાજર પ્રશાસન રેસ્કયૂ ઓપરેશન ચલાવી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.