યોગી સરકારની મોટી કાર્યવાહી, ભરતી બોર્ડના અધ્યક્ષને હટાવ્યા
યુપી પોલીસ ભરતી પરીક્ષા લીક મામલામાં યોગી સરકારે મોટી કાર્યવાહી કરી છે. યુપી પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષને હટાવવામાં આવ્યા છે. રિક્રુટમેન્ટ બોર્ડના ચેરપર્સન રેણુકા મિશ્રાને હટાવવામાં આવ્યા છે. તેમના સ્થાને રાજવી કૃષ્ણાને હવે ભરતી બોર્ડની જવાબદારી મળી છે.
સરકારે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ રેણુકા મિશ્રાને હટાવીને વેઇટિંગ લિસ્ટમાં મૂક્યા છે. 1981 બેચના IPS અધિકારી રાજીવ કૃષ્ણાને હવે રિક્રુટમેન્ટ બોર્ડની વધારાની જવાબદારી મળી છે.
ઉત્તર પ્રદેશમાં 60,000 થી વધુ કોન્સ્ટેબલ ભરતીની જગ્યાઓ માટે 48 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. પેપર લીક થતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી.