JIO યૂઝર્સને મોટો ફટકો, આ સસ્તો પ્રીપેડ પ્લાન કરાયો બંધ
રિલાયન્સ જિયોએ પોતાનો સૌથી સસ્તો 119 રૂપિયનો પ્રીપેડ પ્લાન પોતાના પોર્ટફોલિયોમાંથી હટાવી દીધો છે. જિયોએ આ પ્લાનને 2021ના અંતમાં ટેરિફ વધારા બાદ રજૂ કર્યો હતો. અત્રે જણાવવાનું કે 119 રૂપિયાના પ્લાનમાં 14 દિવસની વેલિડિટીની સાથે ગ્રાહકોને 1.5જીબી ડેઈલી ડેટા, અનલિમિટેડ વોઈસ કોલિંગ અને ડેઈલી 100 એસએમએસ મળતા હતા. પરંતુ આ પ્લાન હવે દેશના કોઈ પણ ભાગમાં ગ્રાહકો માટે ઉપલબ્ધ નથી.
જિયોના ગ્રાહકોએ હવે સૌથી સસ્તા પ્લાન માટે 30 રૂપિયા વધુ ખર્ચવા પડશે. જિયોનું આ પગલું બિલકુલ એવું જ છે જેવું એરટેલે કર્યું હતું અને તેનાથી કંપનીને પ્રતિ યૂઝર એવરેજ રેવન્યૂ (એઆરપીયુ) ના આંકડા સુધારવામા મદદ મળશે.
રિલાયન્સ જિયોના આ પ્લાનમાં 20 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં ગ્રાહકોને જિયો સિનેમા, જિયોક્લાઉડ, અને જિયો ટીવીની સાથે અનલિમિટેડ વોઈસ કોલિંગ, ડેઈલી 100 એસએમએસ અને ડેઈલી 1 જીબી ડેટા મળે છે. અત્રે જણાવવાનું કે આ પ્લાન જિયોના 5જી વેલકમ ઓફર માટે એલિજિબલ નથી જેમાં યૂઝર્સને ટ્રુલી અનલિમિટેડ 5જી ડેટા મળે છે.