દેશમાં અનેક રાજ્યોમાં વરસાદને કારણે તાપમાનમાં 6 ડીગ્રીનો ઘટાડો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

શુક્રવારે ઉત્તર ભારતમાં હવામાનમાં પલટો આવ્યો હતો. રાજસ્થાનના અલવર અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો, જેને કારણે તાપમાનનો પારો 6 ડીગ્રી ઘટ્યો હતો. તો આ તરફ મધ્યપ્રદેશમાં ભોપાલ અને ઈન્દોરમાં પણ વરસાદ પડ્યો હતો. પંજાબ અને હરિયાણાના અનેક વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. પટનામાં આખો દિવસ ધુમ્મસ છવાયું હતું. પશ્ચિમી ખલેલને કારણે શનિવાર અને રવિવારે પણ દેશના ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે.શુક્રવારે ઈન્દોર રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. અહીં લઘુતમ તાપમાન 19.4 ડીગ્રી રેકોર્ડ નોંધાયું હતું. શાજાપુરમાં 19.9 ડીગ્રી અને ભોપાલમાં 21.8 ડીગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે જબલપુરમાં 29.8, ગ્વાલિયરમાં 27.8 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન શાસ્ત્રીના કહેવા મુજબ, શનિવારે ભોપાલ સહિત અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

રાજસ્થાનના ઉદયપુરમાં શુક્રવારે સવારે વરસાદ પડ્યો હતો. દિવસ દરમિયાન કોઈ તડકો નીકળ્યો ન હતો. દિવસના તાપમાનમાં 6.6 ડીગ્રીનો ઘટાડો થયો હતો અને ઠંડીમાં પણ વધારો થયો હતો. ઉદયપુર સહિ‌ત મેવાડમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવામાનમાં પરિવર્તનને કારણે હવે ઉત્તરીય પવન હવે મેદાની વિસ્તાર તરફ આગળ વધશે, ઠંડા પવનોને કારણે તાપમાનનો પારો 3થી 4 ડીગ્રી સુધી ઘટશે.

દિલ્હીના અનેક વિસ્તારોમાં આજે સવારે વરસાદ પડ્યો હતો. સમગ્ર શહેરમાં પણ ધુમ્મસ છવાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે લઘુતમ તાપમાન 11 ડીગ્રી અને મહત્તમ 26 ડીગ્રી રહી શકે છે.

હિમાચલમાં બરફવર્ષાને કારણે પંજાબમાં હવામાનમાં પલટો આવ્યો છે. શુક્રવારે મોડી રાત્રે લુધિયાણા, અમૃતસર, જલંધર સહિત અનેક જગ્યાએ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસમાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. ઠંડા પવન આગળ વધવા માંડ્યા છે, જેને કારણે આવનારા 48 કલાકમાં પારો વધુ ઘટશે. હજી સુધી રાજ્યમાં ડિસેમ્બરના હિસાબે ઠંડી ઓછી છે.

શુક્રવારે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જિંદ અને પાનિપત સહિતના કેટલાક જિલ્લામાં હળવો વરસાદ પડ્યો હતો. શનિવારે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે જેને કારણે આવનારા 72 કલાકમાં રાત્રિના સમયે પારો 3થી 5 ડીગ્રી સુધી નીચો જશે. 12 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી ભારે ધુમ્મસ થવાની સંભાવના છે. હવામાન વૈજ્ઞાનિકો કહે છે કે પર્વતોમાં બરફવર્ષા થતાં તાપમાનમાં તીવ્ર ઘટાડો થશે.

પટના સહિત બિહારના 22 જિલ્લામાં 14 અને 15 ડિસેમ્બરના રોજ વરસાદ પડવાની સંભાવના છે, જેના કારણે હવામાન ઠંડું રહેશે. શુક્રવારે પટનાનું મહત્તમ તાપમાન 22.2 ડીગ્રી અને લઘુતમ 12.8 ડીગ્રી નોંધાયું હતું.દિવસભર ધુમ્મસ છવાયું હતું. ઘણા વિસ્તારોમાં વિજિબિલિટી 150થી 200 મીટર સુધીની રહી છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.