૨૪ કલાકમાં અધધ..૧૨ હજાર પોઝિટિવ કેસ, ૩૧૧ના મોત
ન્યુ દિલ્હી
કોરોના મહામારીએ બીજા તહક્કાના લોકલ ટ્રાન્મશન બાદ હવે જાણે કે ત્રીજા તબક્કાના કોમ્યુનિટી ટ્રાન્મશનની વાટ પકડી હોય તેમ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જા કે સત્તાવાળાઓ હજુ પણ કોમ્યુનિટી ટ્રાન્મશનના ખતરનાક તબક્કાનો સતત ઇન્કાર કરી રહ્યાં છે. તો આજે રવિવારે સવારે પૂરા થયેલા છેલ્લાં ૨૪ દરમ્યાન કોરોના વાયરસના કેસમાં રેકોર્ડ વધારારૂપે ૧૨,૦૩૧ કેસો બહાર આવ્યાં હતા. અને ૩૧૧ લોકોના મોત નોંધાયા હતા. તે સાથે કુલ મૃત્યું પામેલા લોકોની સંખ્યા વધીને ૯,૧૯૫ થઈ હતી. તે સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૩ લાખ ૨૧ હજાર ૬૨૬ થઈ ગઈ છે. શનિવારે એક દિવસમાં સૌથી વધારે ૧૨ હજાર ૩૧ નવા કેસ આવ્યા હતા. બીજી બાજુ દિલ્હીમાં કોરોનાના સતત વધી રહેલા કેસને જાતા સરકારે ૧૦થી ૪૯ બેડની ક્ષમતાવાળી તમામ મલ્ટીસ્પેશ્યાલિટી ન‹સગ હોમને કોવિડ-૧૯ ન‹સગ હોસ્પટલ જાહેર કરી છે. સરકારના જણાવ્યા પ્રમાણે આ ન‹સગ હોમે ૩ દિવસની અંદર કોરોનાના દર્દીને દાખલ કરવા પોતાને તબીબી સુવિધાથી સજ્જ કરવાની રહેશે. આદેશનું પાલન નહીં કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દરમ્યાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીઓ સાથે ફરીથી વિડિયો બેઠક યોજવાના છે ત્યારે તેમાં વધતાં કેસોના સંદર્ભમાં કડક પગલા અંગે ચર્ચા થઇ શકે તેમ છે. બીજી બાજુ દિલ્હીમાં કોરોનાની સ્થતિ અંગે ગૃહ પ્રધાન અમિત શાહ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ન્ય્ અનિલ બૈજલ સાથે આજે સવારે ૧૧ વાગે બેઠક યોજાઇ હતી. તેમા આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન પણ હાજર રહ્યાં હતાં.