મુંબઈમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી પ્રથમ મોત, 63 વર્ષની મહિલાએ અંતિમ શ્વાસ લીધા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટ હાહાકાર મચાવી રહ્યો છે. મુંબઈમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી પ્રથમ મૃત્યુ થયું છે. 63 વર્ષીય મહિલાનું ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી મોત થયું હોવાની પુષ્ટિ થઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ મહિલાએ વેક્સિનના બન્ને ડોઝ લીધો હતો. 21 જુલાઈએ મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને 27 જુલાઈએ તેનું નિધન થયું હતું. મહિલાને ડાયાબિટીઝ સહિત અન્ય શારીરિક તકલીફો પણ હતી.

તે મુંબઈના સાત દર્દી પૈકી એક હતા જે તાજેતરમાં જ કોરોનાના ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત થયા હતા. તેમના જિનોમ સિક્વન્સિંગનું પરિણામ 11 ઓગસ્ટના આવ્યું હતું. મૃતક મહિલાના સંપર્ક આવેલા બે નજીકના લોકોમાં પણ ડેલ્ટા પ્લસ વેરિએન્ટનું સંક્રમણ મળી આવ્યું હતું. હોસ્પિટલમાં મહિલાને ઓક્સિજન સપોર્ટ આપવામાં આવ્યો હતો તેમજ તેને સ્ટીરોઈડ અને રેમડેસિવિર આપવામાં આવ્યા હતા. મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી હોવાનું જણાયું નથી. ડેલ્ટા પ્લસ વેરિએન્ટને લીધે મહારાષ્ટ્રમાં મૃતકોની સંખ્યા વધીને બે થઈ છે. ગત મહિને રત્નાગિરીના 80 વર્ષીય મહિલાએ ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી દમ તોડ્યો હતો. આ વૃદ્ધા કોરોનાના ડેલ્ટા વેરિએન્ટથી દમ તોડનાર પ્રથમ મહિલા હતી.

મહારાષ્ટ્રમાં કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ ચિંતા વધારી રહ્યો છે. મુંબઈમાં ડેલ્ટા પ્લસના સાત નવા દર્દી સાથે કુલ સંખ્યા 11 થઈ છે. મહારાષ્ટ્રમાં ડેલ્ટા વેરિએન્ટ પ્લસના કુલ 65 દર્દી છે. કોરોનાના વધતા કેસો વચ્ચે વેક્સિનની અછતથી પણ રાજ્યમાં લોકોને હાલાકી પડી રહી હોવાનું જણાયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.