હાથરસ નાસભાગ કેસમાં 6 લોકોની ધરપકડ, UP પોલીસે કર્યા ઘણા ચોંકાવનારા ખુલાસા
હાથરસમાં નાસભાગના બે દિવસ બાદ યુપી પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને ઘણી મહત્વની માહિતી આપી છે. પોલીસે જણાવ્યું કે નાસભાગમાં 121 લોકોના મોત થયા છે, જેમાંથી 112 મહિલાઓ છે. તમામ મૃતકોની ઓળખ થઈ ગઈ છે અને તેમનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 105, 110, 126(2), 223 અને 238 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આઈજીએ કહ્યું કે આ કેસમાં ચાર પુરૂષ અને બે મહિલાઓ સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેઓ બધા આયોજક સમિતિના સભ્યો છે અને ‘સેવાદાર’ તરીકે કામ કરે છે. આ તમામ લોકો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.
#WATCH | On Hathras stampede incident, Aligarh IG Shalabh Mathur says, "…Six people including four men and two women have been arrested in the incident. They all are members of the organising committee and worked as 'Sevadars'." pic.twitter.com/D6clXl03Cq
— ANI (@ANI) July 4, 2024
મુખ્ય આરોપી પર 1 લાખ રૂપિયાનું ઈનામ
આઈજી શલથ માથુરે કહ્યું કે મુખ્ય આરોપી પ્રકાશ મધુકરની ધરપકડ કરવા પર 1 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવશે. આ ઘટના કોઈ કાવતરાના ભાગરૂપે બની છે કે કેમ તેની પણ તપાસ કરીશું. તેમણે કહ્યું કે સેવાદારની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે.