દેશમાં કોવિશીલ્ડ વેક્સિનના 4 કરોડ ડોઝ તૈયાર, ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે 1600 લોકોનું એનરોલમેન્ટ થયું

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે એક સારા સમાચાર છે. સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનિકાની કોરોના વેક્સિન કોવિશીલ્ડના ચાર કરોડ ડોઝ તૈયાર કરી લેવાયા છે. આ સાથે જ તેના ત્રીજા અને છેલ્લા તબક્કા માટે 1600 લોકોનું રજિસ્ટ્રેશન પણ થઈ ગયું છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની દેખરેખમાં કોવિશીલ્ડની ટ્રાયલ થઈ રહી છે. SIIએ અમેરિકન કંપની નોવાવેક્સ સાથે પણ Covavax વેક્સિન માટે ટાઈ-અપ કર્યું છે. રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, Novavaxએ SII સાથે 2021માં 100 કરોડ ડોઝ સપ્લાઈ કરવાનો કરાર કર્યો છે.

દેશનાં અમુક રાજ્યોમાં એક્ટિવ કેસમાં થઈ રહેલો વધારો ચિંતાનું સૌથી મોટું કારણ બની ગયો છે. બુધવારે દેશમાં 4 હજાર 988 એક્ટિવ કેસ ઘટ્યા, જેમાંથી માત્ર મહારાષ્ટ્રમાં જ 4 હજાર 351 દર્દી ઘટ્યા હતા. 17 રાજ્યમાં એક્ટિવ કેસ ઘટ્યા છે તો 16 રાજ્યમાં વધ્યા છે. સૌથી વધુ 1244 દર્દી દિલ્હીમાં વધ્યા છે.

બુધવારે દેશમાં કુલ 48 હજાર 285 કેસ નોંધાયા છે, 52 હજાર 704 દર્દી સાજા થઈ ગયા છે, 550 લોકોનાં મોત થઈ ગયાં છે. અત્યારસુધીમાં કુલ 86.84 લાખ કેસ નોંધાયા છે. 80.64 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે. 1.28 લાખ દર્દીનાં મોત થયાં છે, જ્યારે 4.89 લાખની સારવાર ચાલી રહી છે.

કોરોનાં અપડેટ્સ

પશ્વિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખતાં બુધવારે મોટો નિર્ણય કર્યો છે. અહીં 2021માં 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પાસ કરી દેવાશે.
દિલ્હી હાઈકોર્ટે લોકોના જમાવડા અને ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા પ્રતિબંધોમાં ઢીલ આપવા અંગે કેજરીવાલ સરકારની ઝાટકણી કાઢી છે. કોર્ટે સરકારના છેલ્લાં બે સપ્તાહમાં કોરોનાને અટકાવવા માટે કરવામાં આવેલા ઉપાયો પર સ્ટેટસ રિપોર્ટ પણ માગ્યો હતો.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેર વધુ દિવસ સુધી ચાલી શકે છે, જેમાં ગત વખત કરતાં વધુ કેસ નોંધાઈ શકે છે.
હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને પૂછ્યું હતું કે રાજ્યમાં કોરોનાથી બગડી રહેલી સ્થિતિ માટે તમે કેવાં પગલાં લઈ રહ્યાં છો? જવાબ શુક્રવારે દાખલ કરાવવાનો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.