જાપાનમાં આવ્યો 4.8ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, લોકો ઘર છોડીને બહાર દોડ્યા

ગુજરાત
ગુજરાત

જાપાનની ધરતી આજે તીવ્ર ભૂકંપના આંચકાથી હચમચી ગઈ હતી. દેશના ઇશિકાવા પ્રાંતમાં આજે સવારે ભારતીય સમય અનુસાર ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર લગભગ 5.6 માપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે અહી બે વાર ભૂકંપ આવ્યો હતો. પહેલા ભૂકંપના માત્ર 5 મિનિટ બાદ બીજો ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 4.8ની હતી. પરંતુ આંચકા એટલા જોરદાર હતા કે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. અને તેઓ ઘરની બહાર દોડી આવ્યા હતા. લોકોએ ઇમારતો ધ્રૂજતી જોઈ, જેનો વીડિયો સામે આવ્યો.

સમગ્ર પ્રાંતમાં પાવર નિષ્ફળતા જોવા મળી હતી. બુલેટ ટ્રેનના પૈડા થંભી ગયા હતા. જો કે ભૂકંપના કારણે ઊંચા મોજા ઉછળવા લાગ્યા હતા, પરંતુ સુનામીની કોઈ ચેતવણી નથી. સરકારે લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. દરિયા કિનારેથી દૂર ખસી જવા અપીલ કરવામાં આવી છે. જાપાનના ઈસ્ટર્ન રેલ્વે ઝોને હોકુરીકુ શિંકનસેન અને જોએત્સુ શિંકનસેન બુલેટ ટ્રેન સેવાઓને આગલી સૂચના સુધી સ્થગિત કરી દીધી છે. જાપાનની હવામાન એજન્સી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે જોવા મળ્યું હતું.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.