3 છોકરીઓએ એક છોકરીને ડંડાથી માર્યો માર, વિડીયો વાયરલ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 4 યુવતીઓ પીઝા ચેઈનની મહિલા કર્મચારીને કથિત રીતે ‘ઘૂરવાના’ કારણે માર મારતી જોવા મળે છે. આ ઘટના મધ્યપ્રદેશના ઈન્દોરની હોવાનું કહેવાય છે, જ્યાં દ્વારકાપુરી વિસ્તારમાં સ્થાનિક છોકરીઓની ટોળકીએ કામ પર જતી એક છોકરીને લાતો અને લાકડીઓ વડે માર માર્યો હતો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હાલ પોલીસે ચારેય યુવતીઓ સામે ગુનો નોંધ્યો છે.

છોકરીઓએ ના કરી દયા


ઘણા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે પીડિત નંદિની કામ પર જઈ રહી હતી ત્યારે પિંકી નામની યુવતીએ તેની 3 મિત્રો સાથે તેનો રસ્તો રોક્યો હતો. તેણે તેણીને કંઈક વાત કરવાના બહાને પોતાની પાસે બોલાવી હતી. પરંતુ તેઓએ સાથે મળીને તેને માર મારવાનું શરૂ કર્યું હતું. હુમલાને કારણે પીડિતા રોડ પર પડી ગઈ હતી. તે રડવા લાગી હતી. પરંતુ છોકરીઓએ તેના પર દયા ના કરી. તેની મદદે પણ કોઈ આવ્યું નહીં. તે કોઈક રીતે પોતાની મેળે ઊભી થઈ અને નજીકના ઘરમાં ગઈ અને પોતાને બચાવી હતી.

વિડીયો બનાવતા રહ્યા પણ બચાવી નહીં

આ ઘટનાનો ચોંકાવનારો વિડીયો વાયરલ થતાં પોલીસે ચારેય યુવતીઓ સામે ગુનો નોંધ્યો હતો. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ગર્લ ગેંગની લીડર પિંકી વિસ્તારના બદમાશો સાથે ફરે છે અને રોજેરોજ લોકોને મારપીટ કરે છે. બીજી તરફ, ચારેય યુવતીઓએ પીડિતા પર આરોપ લગાવ્યો હતો કે તે તેમની સામે જોઈ રહી હતી, ત્યારબાદ તેઓએ તેની સાથે મારપીટ કરી હતી. જ્યારે પીડિતા તેમને કહે છે કે તે પોલીસમાં ફરિયાદ કરશે, ત્યારે ચારેય ડર ના હોય તેમ તેને પોલીસને બોલાવવાનું કહેતી જોવા મળે છે. કેટલાક યૂઝર્સે વિડીયો કેપ્ચર કરનારને ફટકાર લગાવી છે કે, તે છોકરીઓને માર મારતા રોકી નહોતો શકતો?


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.