ભારતમાં કોરોનાના નવા 27071 કેસ: 9 જુલાઈ પછી એક દિવસના સૌથી ઓછા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ભારતમાં કોરોના કેસોમાં રાહત જ છે અને રફતાર વધુ ધીમી પડતી રહી હોય તેમ આજે 27071 નવા કેસ નોંધાયા હતા. 9 જુલાઈ પછીનો આ સૌથી નીચો આંકડો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સતાવાર રીપોર્ટ પ્રમાણે ભારતમાં કોરોના કેસની સંખ્યા 30,000ની નીચે રહી છે. ગઈકાલે 30254 કેસ નોંધાયા હતા તે પછી આજે 27071 કેસ નોંધાયા છે. અત્યાર સુધીના કુલ કેસનો આંકડો 98.84 લાખ પર પહોંચ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં નવા કેસ કરતા ડીસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધુ હતી. 30695 દર્દી સાજા થયા હતા. હવે સારવાર હેઠળ એકટીવ કેસની સંખ્યા 3.52 લાખ જ રહી છે.

ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાથી 336 લોકોએ જાન ગુમાવ્યા હતા અને કુલ મૃત્યુઆંક 1,43,355 થયો છે. દેશમાં અત્યાર સુધીના કુલ 98.84 લાખ કેસોમાંથી 93.88 લાખ સાજા થઈ ગયા છે. એકટીવ કેસોની સંખ્યા 3.52 લાખની છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.