પીએમ મોદીના સ્વાગત માટે 25 સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, અમેરિકામાં જોરદાર તૈયારીઓ
પીએમ મોદીના અમેરિકા પ્રવાસને લઈને ત્યાં રહેતા ભારતીય સમુદાય દ્વારા જોરદાર તૈયારીઓ ચાલી રહી છે.
ભારતીય મૂળના લોકો દ્વારા કયા પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે તે અંગે જાણકારી આપતા કો ઓર્ડિનેટર શ્રીનાથે કહ્યુ હતુ કે, પીએમ મોદીના સ્વાગતમાં 25 પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવશે. આ પૈકીના 15 કાર્યક્રમ સાંસ્કૃતિક ટીમો પરફોર્મ કરશે. આ તમામ કાર્યક્રમનુ આયોજન વોશિંગ્ટનમાં કરવામાં આવ્યુ છે.
કાર્યક્રમના આયોજકોનુ કહેવુ છે કે, અમે ભારતમાં દેશભક્તિના ગીતો સાંભળતા મોટા થયા હતા અને એ પછી અમેરિકા અમે આવ્યા તો આ અમારી કર્મભૂમિ બની ગઈ હતી. આ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં બંને દેશના કલ્ચરને દર્શાવવામાં આવશે. અમેરિકામાં હાલમાં આ કાર્યક્રમના રિહર્સલ પૂરજોશમાં ચાલી રહ્યા છે.
બીજી તરફ વ્હાઈટ હાઉસની બહાર પણ પીએમ મોદીના સ્વાગતની તૈયારીઓના ભાગરૂપે અમેરિકા તેમજ ભારતના ઝંડા લહેરાતા નજરે પડી રહ્યા છે.