20 દેશોના 24 રાજદૂતો કાશ્મીરની મુલાકાતે, પાકના કુપ્રચારનો જવાબ અપાશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રાજયમાં સતત થઈ રહેલી સામાન્ય પરિસ્થિતિ નિહાળશે વિદેશી રાજદૂતો: અલગતાવાદીઓએ જો કે બંધનું એલાન આપ્યું

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની નાબુદી બાદ સતત સુધરી રહેલી પરિસ્થિતિ વચ્ચે આજે 20 દેશોના રાજદૂતો રાજયની મુલાકાતે ગયા છે અને કાશ્મીરની પરિસ્થિતિ અંગે પાકિસ્તાન જે સતત દુષ્પ્રચાર કરી રહ્યું છે તેનો જવાબ આપવા ભારતે આ મુલાકાતો ગોઠવી છે. યુરોપ અને આફ્રિકાના દેશોના 24 રાજદૂતો આ યાત્રામાં સામેલ છે જેમાં બ્રાઝીલ, ફ્રાન્સ, કયુબા, આયરલેન્ડ, બેલ્જીયમ, સ્પેન અને ઈટલી ઉપરાંત પાડોશી બાંગ્લાદેશના દૂતાવાસના ઉચ્ચ અધિકારીઓ સામેલ છે.

હાલમાં જ કાશ્મીરમાં જિલ્લા પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી અને શાંતિપૂર્ણ પુરી થઈ હતી અને સ્થાનિક તંત્રએ પોતાની કામગીરી સંભાળી લીધી છે. ઉપરાંત કાશ્મીરમાં ફોરજી સેવાનો પણ પ્રારંભ થઈ ગયો છે અને આગામી સમયમાં રાજયમાં વિધાનસભાની રચના અંગે પણ કાર્યવાહી શરુ થશે તે સંકેત છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરના કેટલાક અલગતાવાદી સંગઠનોએ આજે જ બંધનું એલાન આપ્યુ છે.

ગત વર્ષે જાન્યુઆરી માસમા અમેરિકા સહિતના દેશોના રાજનેતાઓએ કાશ્મીરની મુલાકાત લીધી હતી અને કલમ 370ની નાબુદી બાદની તે પ્રથમ વિદેશી રાજદૂતોની મુલાકાત હતી અને તે સમયે પણ આ સંગઠનોએ બંધનું એલાન આપ્યુ હતું. આમ રાજયમાં શાંતિ સ્થાપનાની કાર્યવાહીમાં સંગઠનો સતત વિઘ્ન નાંખી રહ્યા છે પરંતુ મોદી સરકારે તેની ચિંતા કર્યા વગર રાજદૂતોની મુલાકાત ગોઠવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.