માઈક્રોસોફ્ટ સર્વરમાં ખરાબીની અસર, ઈન્ડીગોની 192 ફ્લાઈટ્સ રદ્દ

ગુજરાત
ગુજરાત

માઈક્રોસોફ્ટ સર્વરમાં ટેકનીકલ ખામીનાં કારણે ઘણી બધી સેવાઓ બંધ થઇ ગઈ છે. પણ સૌથી વધારે અસર વીમાન સેવાઓ પર પડી છે. સર્વર ઠપ થતાં યાત્રીઓને ચેક ઇન ચેક આઉટ કરવામાં હાલાકી ભોગવવી પડી રહી છે. આ સિવાય ફ્લાઈટનાં સંચાલનમાં પણ મુશ્કેલીઓ આવી છે.

ભારતમાં પણ તમામ એરપોર્ટ પર યાત્રીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને ઘણી બધી ફ્લાઈટ રદ્દ કરવામાં આવી છે. જો કે, કેટલાંક મુસાફરોને સુચના પણ નથી મળી કે તેમની ફ્લાઈટ રદ્દ થઈ છે. જો કે, કેટલાંક મુસાફરો એરપોર્ટ પહોંચ્યા બાદ નિરાશ થઇને પરત આવવું પડ્યું હતું. આ વચ્ચે ભારતીય એરલાઈન ઈન્ડીગોએ 192 ફ્લાઈટ્સ રદ્દ કરી દીધી છે અને બધી ફ્લાઈટ્સની લીસ્ટ પણ શેર કરી છે. રદ્દ કરાયેલી ફ્લાઈટ્સમાં 10 શનિવાર ( 20 જુલાઈ )ની છે અને 182 ફ્લાઈટ્સ શુક્રવાર 19 જુલાઈની છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.