વ્યક્તિના પેટમાંથી ઓપરેશન દ્વારા 187 સિક્કા કાઢ્યા ડોક્ટરે કહ્યું અજીબ માનસિક બીમારીથી પીડાતો હતો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કર્ણાટકમાં એક વ્યક્તિના પેટમાંથી 187 સિક્કા કાઢવામાં આવ્યા છે. આ શખ્સ હોસ્પિટલમાં પેટનો દુખાવો અને ઉલ્ટીની ફરિયાદ લઈને પહોંચ્યા હતા. ડોક્ટરે તેમના જુદા-જુદા ટેસ્ટ કર્યા. એન્ડોસ્કોપી પણ કરી. જાણ થઈ પેટમાં ખૂબ સિક્કા છે.
ઓપરેશન કરીને શખ્સના પેટમાંથી એક, બે અને પાંચ રૂપિયાના અલગ-અલગ સિક્કા કાઢવામાં આવ્યા. કુલ 462 રૂપિયાની કિંમતના 187 સિક્કા કાઢવામાં આવ્યા છે. ડોક્ટરોએ જણાવ્યુ કે આ વ્યક્તિને સિજોફ્રેનિયા નામની બીમારી છે. સિજોફ્રેનિયાના મુખ્ય લક્ષણ વહેમ અને ભ્રમ હોય છે પરંતુ આ સિવાય પણ અમુક લક્ષણ હોઈ શકે છે. જે સિજોફ્રેનિયાના સ્ટેજ પર નક્કી કરે છે. આ એક માનસિક રોગ છે. જેમાં દર્દીના વિચાર અને અનુભવ હકીકત સાથે મેળ ખાતા નથી.
મળતી માહિતી પ્રમાણે 58 વર્ષના આ શખ્સનું નામ દયમપ્પા છે. તેઓ રાયચૂર જિલ્લાના લિંગસુગુર શહેરના રહેવાસી છે. શનિવારે 26 નવેમ્બરે દયમપ્પાએ પેટમાં દુખાવો થતો હોવાનું જણાવ્યુ. જે બાદ તેમનો પુત્ર રવિ કુમાર તેમને બાગલકોટની હોસ્પિટલ લઈ ગયો. ડોક્ટરોએ લક્ષણોના આધારે એક્સ-રે અને એન્ડોસ્કોપી કરી. દર્દીના એબ્ડોમિનલ સ્કેનમાં જાણકારી મળી કે તેમના પેટમાં 1.2 કિલોગ્રામના સિક્કા છે. જે બાદ ઓપરેશન કરવાનો નિર્ણય કરાયો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.