ફાર્મા કંપની દુર્ઘટનામાં 17ના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું શોક, 2 લાખ રૂપિયાના વળતરની જાહેરાત

ગુજરાત
ગુજરાત

આંધ્રપ્રદેશના અચ્યુથાપુરમમાં બુધવારે એક ફાર્માસ્યુટિકલ કંપનીની ફેક્ટરીમાં આગ લાગવાથી 17 લોકોના મોત થયા હતા અને 33 લોકો ઘાયલ થયા હતા. પીએમ મોદીએ આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને તેનાથી પ્રભાવિત લોકો માટે વળતરની જાહેરાત કરી છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. સાથે જ ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.

અનાકાપલ્લે જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય કૃષ્ણનના જણાવ્યા અનુસાર, અચ્યુતાપુરમમાં એક ફાર્મા કંપનીમાં અકસ્માત એસેંશિયા એડવાન્સ્ડ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડના પ્લાન્ટમાં બપોરે 2.15 વાગ્યે થયો હતો. ક્રિષ્નને કહ્યું, “381 કર્મચારીઓ ફેક્ટરીમાં બે શિફ્ટમાં કામ કરે છે. બપોરે લંચ બ્રેક દરમિયાન વિસ્ફોટ થયો હતો. તેથી સ્ટાફની હાજરી ઓછી હતી.”

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે દરેક મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.