કચ્છના દરિયામાંથી 150 કરોડના હેરોઇન સાથે 7 પાકિસ્તાની ઝડપાયા

ગુજરાત
ગુજરાત

સંવેદનશીલ કચ્છ સીમાએથી દેશભરમાં માદક પદાર્થ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ : એજન્સીઓ ચોંકી : 150 કરોડના માદક પદાર્થ સાથે ઝડપાયેલા સાત પાકિસ્તાની શખ્સોની ભુજ જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં આકરી પુછપરછ શરૂ કરાઇ : છેલ્લા એકાદ વર્ષ દરમ્યાન કચ્છની દરિયાઇ સીમા પરથી કરોડો રૂપિયાનો માદક પદાર્થનો જથ્થો ઝડપી લેતી પોલીસ

દેશની અતિ સંવેદનશીલ મનાતી કચ્છની દરિયાઇ સીમા પરથી વારંવાર માદક પદાર્થનો જથ્થો સમયાંતરે પકડાઇ છે. ગઇકાલે મધરાતે કચ્છના જખૌ દરિયાઇ સીમા પરથી 150 કરોડના હેરોઇનના જથ્થા સાથે 7 પાકિસ્તાની ડ્રગ માફીયાઓ ઝડપાતા સનસનાટી મચી ગઇ છે.

કચ્છની સંવેદનશીલ દરિયાઇ સીમા પરથી છેલ્લા એકાદ વર્ષ દરમ્યાન કરોડો રૂપિયાનો માદક પદાર્થનો જથ્થો એજન્સીઓ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. કચ્છની દરિયાઇ સીમા પર સુરક્ષા એજન્સીઓ ચાંપતી નજર રાખી રહી છે. ગત વર્ષ દરમ્યાન ઇરાનથી 1700 કરોડના ચરસના જથ્થા સાથે ભારતની દરીયાઇ સીમામાં ઘુસવાનો પ્રયત્ન કરતા ઇરાનીઓ સુરક્ષા એજન્સીઓથી બચવા દરીયામાં 100 કરોડથી વધુ કિંમતના ચરસના જથ્થાને પધરાવી દઇ ફરાર થઇ ગયા હતા.

આ ચરસનો જથ્થો છેલ્લા એકાદ વર્ષ દરમ્યાનમાં કચ્છના અલગ-અલગ દરિયાકાંઠા વિસ્તારમાંથી ઝડપી લેવાયો હતો. આ દરમ્યાન કચ્છની અતિ સંવેદનશીલ મનાતી દરિયાઇ સીમા પર રાઉન્ડ-ધ-કલોક સુરક્ષા એજન્સીઓ ચાંપની નજર રાખી રહી છે. આમ છતાં ભારતમાં માદક પદાર્થ ઘુસાડવા માટે ડ્રગ માફીયાઓ સતત ફિરાકમાં રહેતા હોવાનું મનાય છે. દરમિયાન દુનિયાભરની સાથે સાથે ગુજરાત અને કચ્છમાં પણ કોરોનાએ મોતનું તાંડવ મચાવ્યું છે

અને વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર તેમાં રોકાઈ ગયું છે ત્યારે આવી પરિસ્થિતિનો લાભ લઇ રાજ્યમાં હેરોઇન જેવો માદક પદાર્થ કચ્છ સરહદેથી ઘુસાડવાની પાકિસ્તાન પેરવી કરી રહ્યું હોવાની પૂર્વ બાતમી રાજ્યની ત્રાસવાદ વિરોધી શાખાની સ્ક્વોડ-એટીએસને મળતાં કોસ્ટ ગાર્ડ સાથે સંયુક્ત કામગીરી કરીને એક પાકિસ્તાની બોટને ભારતીય સીમામાંથી ઝડપીને તેમાં સવાર સાત પાકિસ્તાનીઓ સાથે 100 કરોડથી વધુની કિંમતનું હેરોઇન ઝડપી પાડવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

મળતી પ્રાથમિક વિગતો પ્રમાણે ગઈકાલે મધરાત બાદ કચ્છના જખૌ પાસેના અરબી સમુદ્રમાં પાકિસ્તાની બોટ ઘુસી આવી હતી જેને અટકાયતમાં લીધા બાદ તેની તલાશી લેતાં તેમાંથી 100 કરોડથી વધુનું હેરોઇન મળી આવ્યું છે.આ હેરોઇનની ડિલિવરી કયા વિસ્તારમાં આપવાની હતી તેની તપાસ ચાલી રહી છે.આ ઘટનાની વધુ વિગતો મેળવવામાં આવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.