ઇસ્લામ અપનાવ તો જ નિકાહ કરવાનું દબાણ 13 વર્ષની છોકરી પર રેપ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કર્ણાટકમાં એક સગીરા પર રેપ બાદ તેને બ્લેકમેલ કરવામાં આવી હતી, યૂનુસ નામના યુવકે કહ્યું હતું કે ઇસ્લામ કબૂલ કરીશ તો જ નિકાહ કરીશ. પોલીસે ધર્માંતરણ વિરોધી કાયદો ઉપરાંત પોક્સો કાયદા હેઠળ આરોપી વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ ૧૩ વર્ષની સગિરાની તસવીરો સાથે છેડછાડ કરી હતી અને બાદમાં તેને ધર્માંતરણ કરવા માટે દબાણ કર્યું હતું અને ઇસ્લામ અપનાવ તો જ નિકાહ કરીશ તેમ પણ કહ્યું હતું.
આરોપીની ઓળખ યૂનુસ પાશા ઉર્ફ ફૈયાજ મોહમ્મદ તરીકે કરવામાં આવી છે. તે પીડિત યુવતીની નજીકના મકાનમાં જ રહેતો હતો. પોલીસે જણાવ્યું હતું કે યુવકે યુવતીને સ્માર્ટફોન ગિફ્ટમાં આપ્યો હતો. બાદમાં તે તેની સાથે વીડિયોકોલ દ્વારા વાત પણ કરતો હતો.
યુવતીના પરિવારજનોને ફોન વિશે જાણકારી નહોતી. પોલીસે જણાવ્યું હતું કે એક દિવસ આરોપીએ વીડિયોકોલ પર યુવતીની અશ્લિલ તસવીરો લઇ લીધી હતી. બાદમાં તેના પર શારીરિક સંબંધ બનાવવા માટે દબાણ કર્યું હતું.
જ્યારે યુવતીએ શારીરિક સંબંધ બાંધવાની ના પાડી દીધી ત્યારે યુવતીને યુવકે એવી ધમકી આપી કે મારી પાસે તારી અશ્લિલ તસવીરો છે જેને હું સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર વાઇરલ કરી દઇશ. આઠ નવેમ્બરના રોજ યુવતી તેની દાદીની સાથે ઘરે એકલી હતી, જેની જાણકારી યુવકને થતા તે ઘરે પહોંચી ગયો હતો અને દાદીને ઉંઘની ગોળીઓ પીવડાવી દીધી હતી. બાદમાં યુવતીની સાથે રેપ કર્યો હતો. તેવી ફરિયાદ યુવતીના પરિવારજનો દ્વારા પોલીસમાં કરવામાં આવી હતી, જે બાદ પોલીસે આ યુવકની ધરપકડ કરી લીધી છે. તેની સામે પોક્સો કાયદા હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.