૨૫૦ ભારતીય જવાનો પર ૧૦૦૦ ચીની સૈનિકો અચાનક તૂટી પડ્યા, ૫ ફૂટ ઊંડા બર્ફીલા પાણીમાં ૫ કલાક ચાલી લડાઈ.

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

લદ્દાખની ગલવાન ઘાટીમાંથી નીકળતી નદીના કાંઠે ૧૫ જૂનની સાંજે ચીનના સૈનિકોએ અચાનક હુમલો કર્યો. આ નદીના કાંઠાનો રસ્તો એટલો સાંકડો છે કે માત્ર એક જ વ્યક્તિ નીકળી શકે છે. અચાનક કરવામાં આવેલા આ હુમલાને લીધે ઘણા સૈનિકો આશરે ૫ ફૂટ ઉંડે બર્ફીલા પાણીમાં પડી ગયા.

ચીની સૈનિકો સાથેની અથડામણમાં ઘાયલ અલવરના સુરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, લોહી થીજાવી દે તેવા ઠંડા પાણીમાં ચીની સૈનિકો સાથે લગભગ પાંચ કલાક સુધી લોહિયાળ સંઘર્ષ ચાલ્યો હતો. અમે લગભગ ૨૫૦ સૈનિકો હતા, જ્યારે ચીની સૈનિકોની સંખ્યા એક હજારથી વધુ હતી. આમ છતાં, અમે તેમને યોગ્ય જવાબ આપ્યો. આ દરમિયાન, ચીની સૈનિકોએ કાંટાળા તાર બાંધેલી લાકડીઓ વડે મારી ઉપર હુમલો કર્યો.

ભારતીય સૈનિકોને આવતા જોઈને ચીની સૈનિકો હું મરી ગયો છું એમ વિચારીને ભાગ્યા હતા. અમારા સૈનિકો મને લદાખની સૈન્ય હોસ્પિટલમાં લાવ્યા. મારા માથામાં ૧૨ ટાંકાઓ છે અને મારા હાથમાં ફ્રેક્ચર છે. લગભગ ૧૫ કલાક બેભાન રહ્યા પછી બુધવારે બપોરે મને હોશ આવ્યો છે. લદ્દાખમાં ગ્લેશિયર હોવાને કારણે ત્યાં હથિયારોનો વધારે ઉપયોગ થતો નથી. લાકડીઓ અને ડંડા સાથે જ પેટ્રોલિંગ કરવામાં આવે છે. તેઓ કાયરની જેમ હુમલો કરે છે, આમને સામને હોત તો ચીની સૈનિકોને ત્યાજ ધૂળ ચટાવી દેત. અમને શીખવવામાં આવે છે કે દુશ્મન દેશના સૈનિકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો.

સુરેન્દ્રના ભાઇ રેશમસિંહે જણાવ્યું કે સુરેન્દ્ર લગભગ ૧૯ વર્ષથી સૈન્યમાં છે. સુરેન્દ્રની જ્યાં પોસ્ટિંગ છે ત્યાંથી ફોન લાગતો નથી, તેથી ભાઈ ભાગ્યે જ ફોન કરે છે. બુધવારે બપોરે સુરેન્દ્રને હોશ આવ્યો, ત્યારબાદ સૈન્ય અધિકારીઓએ વાત કરાવી. ત્યારે તેમના ઘાયલ થવાના સમાચાર મળ્યા. સુરેન્દ્રને ઈજા થઈ હતી અને તે પાણીમાં પડ્યા હતા. સૈનિકોએ તેમને બહાર કાઢ્યા હતા.. તેનો મોબાઇલ અને અન્ય કાગળો પણ ક્યાંક નદીમાં પડી ગયા હતા.

ઝુંઝુનુ જિલ્લાના નવલગઢ વિસ્તારના જાખલ ગામનો પુત્ર અજય કુમાવત (૩૨) લેહ વિસ્તારમાં હિમપ્રપાતને કારણે શહીદ થયા હતા. શુક્રવારે તેનો મૃતદેહ ગામમાં પહોંચશે. અજય ૪૧ આર્ટિલરીમાં નાયકના પદ પર હતા. આ ઘટના ત્યારે બની જ્યારે તેની ટીમ સિયાચીન ગ્લેશિયરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહી હતી. અજયની હંસવી નામની ચાર વર્ષની દીકરી છે. લગભગ ૧૩ વર્ષ પહેલા ચુરુમાં યોજાયેલી એક ઓપન રેલીમાં અજયની સેનામાં ભરતી કરવામાં આવી હતી. તે લગભગ અઢી વર્ષ રાષ્ટ્રીય રાઇફલ્સમાં રહ્યા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.