કોમર્શિયલ LPG સિલિન્‍ડરના ભાવમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં મોંઘવારીથી ત્રસ્‍ત લોકોને મહિનાના પહેલા દિવસે મોટી રાહત મળી છે. ૧લી સપ્‍ટેમ્‍બરે એલપીજી સિલિન્‍ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્‍યો છે. એલપીજી સિલિન્‍ડરની કિંમતમાં ૧૦૦ રૂપિયાનો મોટો ઘટાડો કરવામાં આવ્‍યો છે. જોકે, ભાવમાં આ ઘટાડો માત્ર કોમર્શિયલ સિલિન્‍ડર પર જ થયો છે. જ્‍યારે ૧૪.૨ કિગ્રાનું ઘરેલું એલપીજી સિલિન્‍ડર જૂના ભાવે જ ઉપલબ્‍ધ છે.

૧ સપ્‍ટેમ્‍બરથી દિલ્‍હીમાં ૧ ઇન્‍ડેનના ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્‍ડરની કિંમત ૯૧.૫૦ રૂપિયા, કોલકાતામાં ૧૦૦ રૂપિયા, મુંબઈમાં ૯૨.૫૦ રૂપિયા, ચેન્નાઈમાં ૯૬ રૂપિયા સસ્‍તી થશે. કોમર્શિયલ સિલિન્‍ડરની કિંમતમાં ઘટાડાનો ફાયદો દેશના લગભગ દરેક ખૂણામાં મળશે.

આજથી દિલ્‍હીમાં ૧૯ કિલોના એલપીજી સિલિન્‍ડરની કિંમત ૧૯૭૬.૫૦ની જગ્‍યાએ ૧૮૮૫ રૂપિયા થઈ જશે. તે જ સમયે, હવે કોલકાતામાં કિંમતો ઘટીને ૧૯૯૫.૫ રૂપિયા થઈ ગઈ છે. જ્‍યારે પહેલા તે ૨૦૯૫ રૂપિયા હતો. મુંબઈમાં સિલિન્‍ડરની કિંમત ઘટીને ૧૮૪૪ રૂપિયા થઈ ગઈ છે.

૬ જુલાઈથી ઘરેલુ સિલિન્‍ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્‍યો નથી. એટલે કે સિલિન્‍ડર હજુ પણ એ જ કિંમતે મળશે. ઇન્‍ડેન સિલિન્‍ડરની કિંમત દિલ્‍હીમાં ૧૦૫૩ રૂપિયા હશે, જ્‍યારે કોલકાતામાં ૧૦૭૯ રૂપિયા, મુંબઈમાં ૧૦૫૨, ચેન્નાઈમાં ૧૦૬૮ રૂપિયા હશે.

ગેસ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે સિલિન્‍ડરની કિંમત નક્કી કરે છે. અગાઉ ઓગસ્‍ટમાં પણ સિલિન્‍ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્‍યો હતો. તે સમયે કોમર્શિયલ સિલિન્‍ડરની કિંમતમાં ૩૬ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્‍યો હતો. દિલ્‍હીમાં ૧૯ કિલોના સિલિન્‍ડરની કિંમત પહેલા ૨૦૧૨.૫૦ પૈસા હતી, આ ઘટાડા પછી કિંમત ઘટીને ૧૯૭૬.૫૦ રૂપિયા થઈ ગઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.