દિલ્હીમાં એક કલાકમાં 100 mm વરસાદ, IMDએ રેડ એલર્ટ જાહેર કર્યું
બુધવારે દિલ્હીમાં એક કલાકમાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો, જેના પગલે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને હવામાન કચેરીએ ‘રેડ એલર્ટ’ જારી કરવી પડી હતી. હવામાન કચેરીએ કહ્યું કે અચાનક પૂર સંબંધિત રાષ્ટ્રીય માર્ગદર્શિકા બુલેટિનમાં દિલ્હીના એવા વિસ્તારોની યાદી પણ છે જેને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના ઓટોમેટેડ વેધર સ્ટેશન્સ (AWS) નેટવર્ક અનુસાર, મધ્ય દિલ્હીમાં પ્રગતિ મેદાન વેધશાળામાં એક કલાકમાં 112.5 મીમી વરસાદ નોંધાયો હતો.
IMD અનુસાર, ટૂંકા ગાળામાં વધુ પડતો વરસાદ, ખાસ કરીને એક કલાકમાં 100 મીમી વરસાદને “વાદળ વિસ્ફોટ” ગણવામાં આવે છે. જો કે, હવામાન અધિકારીઓ તરફથી સ્થિતિ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું કે, તેમણે ભારે વરસાદને ધ્યાનમાં રાખીને અધિકારીઓને સાવચેત રહેવા ચેતવણી આપી છે.