લોકડાઉનથી આપણે લાભ મળ્યો છે,સામૂહિક પ્રયાસોની અસર જાવા મળી રહી છેઃ મોદી
ન્યુ દિલ્હી : સમગ્ર દેશ કોરોના મહામારીને રોકવા લોકડાઉન-૨ના ૧૯ દિવસ માટે બંધ છે. ૩ મેના રોજ લોકડાઉન-૨ની મુદત પૂરી થાય તે પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન-૧ લંબાવતા પહેલા મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી તેમ લોકડાઉન-૨ને લંબાવવો કે કેમ તેની ચર્ચા માટે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં રાજ્યોને ઝોનવાઇઝ લોકડાઉનમાં ઢીલ આપવાનું સૂચન થયું હતું. તો કેટલાક રાજ્યોએ કેન્દ્ર સરકારે લોકડાઉન ખોલવાની નીતિ ઘડવા સૂચન કર્યું હતું. એમ મનાય છે કે ૩ મે બાદ પણ લોકડાઉનનો ત્રીજા તબક્કો આવી શકે તેમ છે. જા કે તેમાં કેટલી છૂટછાટ આપવી એ રાજ્યો પર છોડી દેવામાં આવશે.વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સંગ ટેકનોલોજીના માધ્યમથી કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. મળતી જાણકારી મુજબ, વડાપ્રધાન મોદીની સાથે મીટિંગમઅં મોટાભાગના રાજ્યો ૩ મે બાદ તબક્કાવાર રીતે લાકડાઉન હટાવવાના પક્ષમાં છે. તો પૂર્વોત્તરના મેઘાલય અને હિમાચલ પ્રદેશે લાકડાઉનને લંબાવવા પર ભાર મુક્યો હતો. બીજી તરફ, પુડુચેરીના મુખ્યમંત્રી વી. નારાયણસ્વામીએ કેન્દ્ર પાસે આર્થિક રાહત પેકેજની માંગ કરી હતી. મોદીએ મુખ્યમંત્રીઓ સાથે હાલની Âસ્થતિ પર માત્ર ૨ કલાકની ચર્ચા કરી હતી, સમય ઓછો હોવાના કારણે ૯ મુખ્યમંત્રી જ વાત કરી શક્્યા હતા. લોકડાઉનનો બીજા તબક્કો ૩જી મેના રોજ પૂરો થવાનો છે. બેઠકમાં એવી પણ ચર્ચા થઇ કે દરેક રાજ્યો ઝોન બનાવીને લોકડાઉન ખોલી શકાય. રાજ્યોએ લોકડાઉન મામલે પોતાની નીતિ બનાવવી પડશે. તેમણે રાજ્યોને કહ્યુ કે, અર્થતંત્રનું ટેન્શન ન લો, જ્યાં કોરોના વધુ કેસો છે ત્યાં લોકડાઉન ચાલુ રહેશે, એમ પણ તેમણે કહ્યું તું.તેમણે રાજ્યોને જે તે વિસ્તારની પરિÂસ્થતિ અનુસાર લોકડાઉન ખોલવાની યોજના બનાવવા માટે કહ્યું છે.
મોદીએ આ બેઠકમાં કહ્યું તેના વિસ્તારોમાં રાજ્યમાં લોકડાઉન ખોલી શકાય છે. એવા રાજ્યોમાં લોકડાઉન ચાલુ રહેશે કે જ્યાં વધુ કેસો છે. જ્યાં કેસો ઓછા છે ત્યાં તેવા રાજ્યોમાં જિલ્લાવાર રાહત આપવામાં આવશે. મોદીએ કહ્યુ કે અર્થવ્યવસ્થા અંગે તણાવ ન લો, આપણી અર્થવ્યવસ્થા સારી છે.