ભારતમાં અત્યાર સુધી 23,134કેસ,મૃત્યુઆંક 722: દેશમાં છેલ્લા 5 દિવસોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 7 હજારથી વધુ
નવી દિલ્હી : દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 23,134 અને 722 લોકોના મોત થયા છે. ગુરુવારે 1667 કેસ સામે આવ્યા છે. એક દિવસમાં આ દર્દીઓનો સૌથી મોટો આંકડો છે. આ પહેલા 19 એપ્રિલે સૌથી વધારે 1580 સંક્રમિત મળ્યા હતા. આ સિવાય 22 એપ્રિલે 1292, 21 એપ્રિલે 1537 અને 18 એપ્રિલે 1371 કેસ મળ્યા હતા.
બીજી બાજુ ગુરુવારે ઇન્દોરમાં સંક્રમિતોની સંખ્યા 1 હજારથી વધી ગઈ છે. ત્યારે આ મધ્યપ્રદેશનું પહેલું શહેર છે કે જ્યાં સૌથી વધારે દર્દી છે. અહીં ગુરુવારે રાત્રે 84 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે શહેરમાં કુલ 1029 દર્દીઓ થઈ ગયા હતા. ગુરુવારે 428 સેમ્પલની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી 344 રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. અહીં કુલ 55 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં 18 એપ્રિલના કોરોના પોઝિટિવ માતાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો.