ભારતના ૨૯ રાજ્યોમાં ૧૬૧૯ કેસઃ એક દિવસમાં સૌથી વધારે ૨૭૨ દર્દી વધ્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશના ૨૯ રાજ્યોમાં કોરોનાનું  સંક્રમણ ફેલાઈ ચુક્યું છે. દેશમાં મંગળવારે કોરોના સંક્રમણના ૨૭૨ નવા કેસ સામે આવ્યા છે. પહેલી વખત એક દિવસમાં આવડી મોટી સંખ્યામાં સંક્રમિત મળ્યા છે. સૌથી વધારે ૬૪ સંક્રમિત મહારાષ્ટ્રમાં મળ્યા અહીંયા કુલ દર્દી ૩૦૦ની પાર થઈ ગયા છે. ત્યારબાદ તમિલનાડુમાં ૫૭, દિલ્હીમાં ૨૩. મધ્યપ્રદેશમાં ૧૯ અને તેલંગાણામાં ૧૫ કેસ વધ્યા. આ સાથે જ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૧૬૧૯ થઈ ગઈ છે. આ આંકડા ર્ષ્ઠvૈઙ્ઘ૧૯ૈહઙ્ઘૈટ્ઠ.ર્ખ્તિ વેબસાઈટ પ્રમાણે છે. સાથે જ કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગળવાર રાતે ૮.૩૦ વાગ્યે કહ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૬ નવા કેસ સામે આવ્યા હતા. દેશમાં હવે કોરોનાના કુલ ૧૩૯૭ કેસ થઈ ગયા છે. જેમાંથી ૧ હજાર ૨૩૮ એક્ટિવ કેસ છે અને ૧૨૪ સ્વસ્થ થઈ ચુક્યા છે. ૩૫ લોકોના મોત થયા છે. 
 
 આ સાથે સેનાએ કોલકાતામાં સંક્રમિત ડોક્ટરના સંપર્કમાં આવનારા ૩૦ અધિકારીઓ અને જવાનોને સતર્કતાના ભાગરૂપે ક્વૉરન્ટીન કર્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ તમામ લોકો સેનાના કર્નલના રેન્ક ડોક્ટરના સંપર્કમાં આવ્યા હતા. સાથે જ વડાપ્રધાન મોદીએ કોરોના મહામારી સામે લડવા માટેના પ્રયાસો પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મૈન્ક્રો સાથે ફોન પર ચર્ચા કરી હતી. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.