યુપીના ફરુખાબાદમાં જન્માષ્ટમીના દિવસે મંદિરમાં ગયેલા બે સહેલીઓના મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવ્યા
ઉત્તર પ્રદેશના ફરુખાબાદમાં આંબાના ઝાડ પર બે છોકરીઓના મૃતદેહ લટકેલા મળી આવ્યા છે. સોમવારે જન્માષ્ટમીના દિવસે બંને સહેલી મંદિરે ગઇ હતી. એસપી આલોક પ્રિયદર્શીએ કહ્યું કે આજે કયામગંજના ભગૌતીપુર ગામમાંથી માહિતી મળી હતી કે બે છોકરીઓ (18 અને 15 વર્ષની) ઝાડ પર લટકતી મળી આવી છે. પોલીસ ત્યાં પહોંચી હતી. બંને મિત્રો હોવાનું બહાર આવ્યું હતું. બંનેએ એક જ દુપટ્ટામાં ફાંસો ખાઈ લીધો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું હતું કે યુવતીઓએ ગળેફાંસો ખાઈ લીધો હતો. જો કે પોસ્ટ મોર્ટમ બાદ તમામ બાબતો સ્પષ્ટ થશે. અમે સ્થળ પરથી ફોન અને સિમ કબજે કર્યા છે. પરિવાર દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે, આ ઘટના શા માટે બની તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.