દેશમાં કોરોના હવે વધુ ઘાતક બન્યોઃ બે સપ્તાહમાં ૫૬૦૦૦ પોઝિટિવ કેસ મળ્યા
ન્યુ દિલ્હી : દેશમાં કોરોના દર્દીઓનો આંકડો ૧ લાખ ૧૮ હજારથી વધારે થઇ ગયો છે. શુક્રવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ અપડેટ અનુસાર, હાલ કુલ દર્દીઓની સંખ્યા ૧,૧૮,૪૪૭ સુધી પહોંચી છે. તેમાંથી ૩૫૮૩ લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્્યા છે. રાહતની વાત છે કે કોરોનાને હરાવનાર લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. અત્યાર સુધીમાં ૪૮,૫૩૪ લોકો ઠીક થઇ ચુક્્યા છે. રિકવરી રેટ સતત સુધરી રહ્યો છે. એ ૪૦.૯૭ ટકાએ પહોંચ્યો છે. દેશમાં કેટલાંક રાજ્યો એવા પણ છે, જે આ રોગચાળામાંથી મુક્ત પણ થઈ ચૂક્્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૦૮૮ નવા કેસ સામે આવ્યા છે અને ૧૪૮ લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા કેટલાય દિવસથી દર્દીઓની સંખ્યા દરરોજ ૫ હજારનો આંકડો પાર કરી રહી છે. બુધવારે પણ ૫૬૧૧ નવા કેસ તો ગુરુવારે ૫૬૦૯ નવા કેસ સામે આવ્યા હતા. અત્યારે દેશમાં ૬૬,૩૩૦ એક્ટવ કેસ છે. મહારાષ્ટમાં સૌથી વધારે ૪૧,૬૪૨ કેસ છે, છેલ્લા ૨૪ કલાકમાં અહીં ૨૩૪૫ નવા કેસ નોંધાયા છે.