દેશમાં અત્યાર સુધીમાં ૧૫,૭૨૪ કેસઃ શનિવારે સૌથી વધુ ૧૩૭૦ નવા કેસ નોંધાયા, ૨૪ કલાકમાં રેકોર્ડ બ્રેક ૪૨૩ લોકો સાજા થયા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી : દેશમાં કોરોના વાઇરસના એક દિવસમાં સૌથી વધુ ૧૩૭૦ કેસ સામે આવ્યા છે. જેમાં મહારાષ્ટ્રમાંથી ૩૨૮, ગુજરાતમાંથી ૨૭૭, દિલ્હીમાં ૧૮૬, ઉત્તરપ્રદેશમાંથી ૧૨૫, રાજસ્થાનમાંથી ૧૨૨ નવા કેસ સામે આવ્યાં છે. એક દિવસ પહેલા શુક્રવારે ૯૨૦ દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ૧૬મી એપ્રિલે ૧૦૬૨, ૧૫મી એપ્રિલે ૮૮૨, ૧૪મી એપ્રિલે ૧૦૩૫ અને ૧૩મી એપ્રિલે ૧૨૪૩ નવા કેસ સામે આવ્યા હતા. તો આ તરફ, શનિવારે દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને ૧૫,૧૨૪ થઈ ગઈ છે. માત્ર મહારાષ્ટ્રમાં જ સૌથી વધારે ૩૬૪૮ પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જ્યાં મૃતકોની સંખ્યા ૨૧૧ થઈ છે. આ આંકડા  ર્ષ્ઠvૈઙ્ઘ૧૯ૈહઙ્ઘૈટ્ઠ.ર્ખ્તિ અને રાજ્ય સરકાર પાસેથી મળેલી વિગતો મુજબ છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.