દિલ્હીમાં સ્થિતિ સ્ફોટક : વધુ સાતનાં મોત સાથે મૃતાંક ૩૪
નવી દિલ્હી : રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં સીએએ અથવા તો નાગરિક સુધારા કાનૂનના સમર્થનમાં અને તેના વિરોધમાં જારી હિંસક દેખાવો કોમી રમખાણમાં ફેરવાઈ ગયા બાદ હાલત કફોડી બની ગી છે. કોમી રમખાણમાં મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. કોમી હિંસામાં ઘાયલ થયેલા સાત લોકોના આજે મોત થતાંની સાથે જ મોતનો આંકડો વધીને ૩૪ ઉપર પહોંચી ગયો છે. ગઇકાલે આ આંકડો ૨૭ હતો જે ૩૪ લોકો મૃત્યુ પામ્યા છે તે પૈકી ગુરુતેજ બહાદુર (જીટીબી) હોÂસ્પટલમાં ૨૫ લોકોના મોત થયા છે જ્યારે લોકનાયક જયપ્રકાશ નારાયણ હોÂસ્પટલમાં બે લોકોના મોત થયા છે. અન્ય લોકોના મોત જુદી જુદી જગ્યાઓએ થયા છે. કોમી હિંસામાં માર્યા ગયેલાઓમાં ઇન્ટેલીજન્સ બ્યુરોના અધિકારી અંકિત શર્માનો સમાવેશ થાય છે. તેમનો મૃતદેહ ચાંદબાગ વિસ્તારમાં મળી આવ્યો હતો. આ ઉપરાંત હેડકોન્સ્ટેબલ રતનલાલ પણ શહીદ થયા છે. ૧૩ વર્ષીય ધોરણ ૮ની વિદ્યાર્થીનીનું મોત થયું છે. તે પરીક્ષા આપવા માટે જઈ રહી હતી ત્યારબાદ લાપત્તા બની હતી. કોમી હિંસામાં ૩૪ લોકોના મોતની સાથે સાથે ૩૦૦થી પણ વધુ લોકો ઘાયલ થયા છે. હિંસાના સંદર્ભમાં હજુ સુધી ૪૮થી વધુ એફઆઈઆર દાખલ કરવામાં આવી ચુકી છે. ધરપકડનો સિલસિલો પણ હાથ ધરવામાં આવ્યો છે. સૌથી વધુ ખરાબ Âસ્થતિ જે વિસ્તારમાં થયેલી છે તેમાં દિલ્હીના ચાંદબાગ, કરાવલનગર, મોજપુર અને જાફરાબાદનો સમાવેશ થાય છે. હાલમાં ગોકુલપુરી અને વેલકમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં Âસ્થતિ વધુ વણસી હતી. બાબરપુર રોડ પર વાહનોને આગ ચાંપવામાં આવી હતી. દિલ્હીમાં વિવિધ વિસ્તારોમાં કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી ચુકી છે. પાટનગર દિલ્હીમાં નાગરિક સુધારા કાનૂનના વિરોધ અને સમર્થનમાં જારી હિંસાનો દોર જારી રહ્યો છે. જા કે આજે Âસ્થતિમાં આંશિક સુધારો થયો હતો. Âસ્થતિમાં સુધારો થયો હોવા છતાં હિંસાગ્રસ્ત તમામ વિસ્તારોમાં Âસ્થતી હજુ વિસ્ફોટક બનેલી છે. છેલ્લા કેટલાક દિવસથી અવિરત હિંસા જારી રહી છે. આજે નવેસરથી હિંસાના કોઇ બનાવ બન્યા નથી પરંતુ Âસ્થતી જટિલ બનેલી છે. હિંસાના દોર વચ્ચે પણ એકબીજાના લોકોને મદદ કરવાની પ્રક્રિયા પણ જારી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના લોકોએ શાંતિ જાળવી રાથવા માટેની અપીલ કરી છે. વિવિધ વિસ્તારોમાં કઠોર નિયંત્રણો, સંચારબંધી, કલમ ૧૪૪ અમલી છે જેથી જનજીવન ઉપર માઠી અસર થઇ છે. પરીક્ષાઓ હાલ મોકૂફ રાખવામાં આવી છે. ઉત્તરપૂર્વીય દિલ્હીના વિસ્તારોમાં થયેલી હિંસાના મામલે તોફાની તત્વોની સામે કેટલાક કેસ દાખલ કરવામાં આવ્યા છે. સોમવારે હિંસા એકાએક વધી ગઇ હતી. જેથી કેસ દાખલ કરવામાં આવ્યા નથી.સેંકડો લોકો હિંસાંમાં હજુ સુધી ઘાયલ થયા છે. દિલ્હીને ધ્યાનમાં લઇને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. હિંસાને ધ્યાનમાં લઇને સીઆરપીએફની ૧૦ કંપનીઓએ તૈનાત કરવામાં આવી રહી છે. બે કંપનીઓ રેપિડ એક્શન ફોર્સની પણ ગોઠવી દેવામાં આવી છે. શનિવાર અને રવિવારના દિવસે હિંસા થયા બાદ સોમવારે Âસ્થતી એકાએક વણસી ગઇ હતી.મંગળવારના દિવસે પણ હિસાં જારી રહી હતી. સીએએના વિરોધ અને સમર્થનમાં આમને સામને આવી ગયા છે. દિલ્હીમાં જે વિસ્તારમાં સૌથી વધુ હિંસા થઇ છે તેમાં જાફરાબાદ, ચાંદબાગ, મોજપુર, ભજનપુરા, ગોકુલપુરી, ખજારી, કારાવલનગર અને કરદમપુરીનો સમાવેશ થાય છે. આ તમામ વિસ્તારમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા કોમી હિંસા બાદ ગોઠવી દેવાઈ છે.