કેન્દ્ર સરકારે લોકડાઉનને લઈ બહાર પાડી મહત્વપૂર્ણ ગાઈડલાઈન, જાણો શેમાં મળી છૂટછાટ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કોરોનો વાયરસ લોકડાઉન વચ્ચે કોને છૂટ મળશે તે અંગે ગાઇડલાઇન્સ બહાર પાડવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે સ્થાનિક ફ્લાઇટ્સ પર પ્રતિબંધો રહેશે. હાલમાં મેટ્રો અને બસ સેવાઓ પણ ચાલશે નહીં. શાળાઓ અને કોચિંગ સંસ્થાઓ પણ હાલમાં બંધ રહેશે. રાજ્યની બોર્ડર સીલ કરવામાં આવી રહી છે. સરકારે કહ્યું છે કે ખેડૂતોથી જોડાયેલા કામોમાં છૂટ જારી કરાશે. તે સાથે મોં કવર કરવું ખૂબ જરૂરી છે. થૂંકવા પર પણ દંડ ફટકારવામાં આવશે.
 
સરકારની ગાઇડલાઇન્સમાં ધાર્મિક કાર્યક્રમો અને ધાર્મિક સ્થળો, લગ્ન પ્રસંગના કાર્યક્રમો સહિત બંધ રાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે. રાજકીય અને રમત આયોજન પર પણ રોક લગાવવામાં આવી છે. તે સિવાય માસ્ક પહેરવું અનિવાર્ય છે. ઘરમાં બનેલું માસ્ક, દુપટ્ટો કે રૂમાલનો ઉપયોગ કરી શકાય છે.
 
ખેતીથી જોડાયેલા કામ થઇ શકશે
 
ખેતીથી જોડાયેલી દરેક ગતિવિધિઓ ચાલુ રહેશે. ખેડૂતો અને મજૂરોને હાર્વેસ્ટિંગથી જોડાયેલા કામ કરવાની છૂટ રહેશે. કૃષિ ઉપકરણોની દુકાનો, સ્પેરપાર્ટ્સની દુકાનો ખુલ્લી રહેશે. ખાદ્ય, બીજ, જંતુનાશકોના નિર્માણ અને વિતરણની ગતિવિધિઓ ચાલું રહેશે. તેમની દુકાનો ખુલ્લી રહેશે. એક રાજ્યથી બીજા રાજ્યમાં મશીન કમ્પાઈનની હિલચાલ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.
 
 
હવાઈ ​​મુસાફરી સંપૂર્ણ રીતે બંધ, બસ સહિત તમામ જાહેર પરિવહન બંધ, મેટ્રો સેવા બંધ. એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા પર પ્રતિબંધ. આને ફક્ત તબીબી ઇમરજન્સી અથવા વિશેષ મંજૂરી પર જ મંજૂરી આપવામાં આવશે. ટેક્સી સેવા બંધ થઈ ગઈ.
 
તમામ શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ સેન્ટરો, તાલીમ કેન્દ્રો ૩ મે સુધી બંધ રહેશે. સિનેમા હોલ બંધ. બધા ધાર્મિક સ્થળો બંધ.
 
હોસ્પિટલો, નર્સિંગ હોમ્સ, ક્લિનિક્સ, દવાખાનાઓ, કેમિસ્ટ શોપ્સ, મેડિકલ લેબ્સ, સેન્ટરો ખુલ્લા રહેશે. ફાર્માસ્યુટિકલ કંપની પાથ લેબ ખુલ્લી રહેશે. બેંકો, એટીએમ વગેરે પણ ખુલ્લા રહેશે.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પોતાના ભાષણમાં કહ્યું હતું કે ૨૦ એપ્રિલ સુધી વધુ ચુસ્ત બંદોબસ્ત રહેશે. તે બાદ જે હોટસ્પોટ નહીં હોય તેણે છૂટ આપવામાં આવશે. આ છૂટ પર પણ ગાઇડલાઇન્સ બહાર પાડવામાં આવશે.
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પોતાના ભાષણમાં કહ્યું હતું કે ૨૦ એપ્રિલ સુધી વધુ ચુસ્ત બંદોબસ્ત રહેશે. તે બાદ જે હોટસ્પોટ નહીં હોય તેણે છૂટ આપવામાં આવશે. આ છૂટ પર પણ ગાઇડલાઇન્સ બહાર પાડવામાં આવશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.