ઈતિહાસ રચાયો રિશિ સુનક ભારતીય મૂળના બ્રિટનના વડાપ્રધાન

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ભારતીય મૂળના રિશિ સુનક બ્રિટનના વડાપ્રધાન બનશે. બ્રિટનમાં પ્રથમ વખત હિન્દુ નેતા વડાપ્રધાનપદે બેસશે. રિશિ સુનક બ્રિટનના પ્રથમ અશ્વેત વડાપ્રધાન પણ બનશે. ૨૮મી ઓક્ટોબરે રિશિ સુનક બ્રિટિશ વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે. છેલ્લાં હરીફ પેન્ની મોર્ડન્ટે ઉમેદવારી પાછી ખેંચી લેતા સુનકનો વડાપ્રધાન બનવાનો માર્ગ મોકળો થયો હતો. દિવાળીના દિવસે જ હિન્દુ નેતાની પસંદગી થઈ હતી.રિશિ સુનક અને પેન્ની મોર્ડન્ટ વચ્ચે બ્રિટનના વડાપ્રધાન બનવા માટે સ્પર્ધા ચાલતી હતી. બંનેમાંથી જેને કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદોનું સૌથી વધુ સમર્થન મળે તેમને વડાપ્રધાનપદનો તાજ મળવાનો હતો. રિશિ સુનકને કન્ઝર્વેટિવ પાર્ટીના ૩૫૭માંથી અડધો અડધ સાંસદોનું સમર્થન અગાઉથી જ મળી ચૂક્યુ હતું. આખરે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પેન્ની મોર્ડન્ટે નામાંકન પાછું ખેંચી લેતા રિશિ સુનકનો વડાપ્રધાન બનવાનો માર્ગ મોકળો થયો હતો. બ્રિટનના વડાપ્રધાન બનવાની રેસમાં રિશિ સુનક એકમાત્ર નેતા રહ્યા હતા. આખરે તેમને વડાપ્રધાન બનાવવાની જાહેરાત થઈ હતી.અગાઉ બોરિસ જ્હોન્સન પણ ફરીથી વડાપ્રધાન બનવાની સ્પર્ધા હતા, પરંતુ તેમણે પીછેહઠ કરી લેતા બે ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થાય એવી શક્યતા હતા.બોરિસ જ્હોન્સનના રાજીનામા બાદ કન્ઝર્વેટિવ પાર્ટીમાં મતદાન થયું હતું, જેમાં રિશિ સુનક અને લિઝ ટ્રસ વચ્ચે સીધી સ્પર્ધા થઈ હતી. સાંસદોની પહેલી પસંદ સૂનક રહ્યા હતા, પરંતુ પાર્ટીના મતદારોએ લિઝ ટ્રસને સૌથી વધુ મતો આપતા લિઝ ટ્રસ બ્રિટનનાં વડાંપ્રધાન બન્યા હતા.જોકે, તેમણે ચૂંટણી વખતે આપેલા વાયદા પૂરા ન થતા અને આંતરિક અસંતોષ વધતા આખરે ૪૫ દિવસ વડાપ્રધાનપદે રહ્યા બાદ રાજીનામું આપી દીધું હતું. તેમના પર રાજીનામું આપી દેવાનું દબાણ હોવાનું કહેવાતું હતું. એ પછી ફરીથી નવા વડાપ્રધાનની પસંદગી પ્રક્રિયા શરૂ થઈ હતી. ૧૦૦ સાંસદોના સમર્થન સાથે રિશિ સુનકે ફરી વખત સ્પર્ધામાં ઝંપલાવ્યું હતું. બોરિસ જ્હોન્સન પણ મેદાનમાં ઉતર્યા હતા.જોકે, જ્હોન્સનના મંત્રાલયમાં સામેલ અનેક નેતાઓએ રિશિ સુનક પર પસંદગી ઉતારી હતી. એટલે જ્હોન્સને આખરે પીછેહઠ કરી દીધી હતી. બોરિસ જ્હોન્સન સરકારમાં મંત્રી રહેલા ભારતીય મૂળના પ્રીતિ પટેલે રિશિ સુનકનું સમર્થન કર્યું હતું. તે સિવાય કેબિનેટ મંત્રી જેમ્સ ક્લેવર્લી અને નદીમ જહાવીએ પણ રિશિ સુનકને ટેકો આપ્યો હતો.રિશિ સુનકના નામની જાહેરાત થયા બાદ રખેવાળ વડાપ્રધાન લિઝ ટ્રસે ટ્વિટ કરીને રિશિને અભિનંદન પાઠવ્યા હતા અને તેમનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. રિશિ સુનકે ટ્વિટરમાં બોરિસ જ્હોન્સ અંગે ખેલદિલીપૂર્વક લખ્યું હતું કે જ્હોન્સને દેશની કટોકટીના સમયમાં સેવા આપી છે. દેશ તેમને એ રીતે યાદ કરશે. તેમણે વડાપ્રધાનપદની રેસમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો એ પછી પણ તેઓ જાહેર સેવામાં તેમના અનુભવનો લાભ આપે તેવી શુભેચ્છા.રિશિ સુનકે ટ્વીટ કરીને વડાપ્રધાન બન્યા બાદ સૌથી પહેલા મંદ પડેલા અર્થતંત્રને સુધારવાની ખાતરી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે બ્રિટન એક મહાન દેશ છે અને મને વડાપ્રધાન તરીકે બ્રિટનની સેવા આપવાનો મોકો મળ્યો છે તેને સૌભાગ્ય ગણું છું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.