પ્રધાન મંત્રીએ મન કી બાતમાં કહ્યું- કોરોના સામે ભારતની પ્રજા લડાઈ લડી રહ્યું છે, દેશમાં સૌ કોઈ તેમનું યોગદાન આપી રહ્યા છે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી :  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મન કી બાત કરી રહ્યા છે. દેશભરમાં કોરોનાવાયરસને કારણે લોકડાઉન કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં મોદી લોકોને વિશેષ અપીલ કરી છે.

આજે સમગ્ર દેશ એક લક્ષ્ય અને ઉદ્દેશ સાથે આગળ વધી રહ્યો છે. દેશવાસીઓએ કંઈને કંઈ કરવાનું નક્કી કર્યું છે. શહેર હોય કે ગામ તમામ સ્તરે એક મહાન યજ્ઞ ચાલી રહ્યો છે, સૌ કોઈ તેમા કંઈને કંઈક યોગદાન આપી રહ્યા છે. આજે આપણા ખેડૂતો દેશમાં કોઈ ભૂખ્યુ ન સુવે તેની ચિંતા કરે છે. કોઈ ભાડુ માફ કરે છે, કોઈ ખેતરના પાક કે શાકભાજી દાન આપી રહ્યા છે. અન્યોની મદદ માટે જે ભાવના છે તે કોરોના સામેની લડાઈમાં ભારતને શક્તિ આપી રહ્યું છે. હું નમ્રતા સાથે હું દેશવાસીઓને સર ઝુકાવી નમન કરું છું.

પીએમની આ ચાલુ વર્ષની ચોથી આવૃત્તિ અને મન કી બાતની કુલ 64મી આવૃત્તિ હશે. આ પહેલા પીએમ મોદીએ 29 માર્ચે મનની વાત કરી હતી. 12 એપ્રિલના રોજ એક ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે આ મહિનાની મન કી બાત 26 તારીખે થશે. આ માટે મોદીએ સૂચનો માંગ્યા હતા. અગાઉ, જ્યારે મોદીએ મનની વાત કરી હતી, ત્યારે તેમણે કોરોના પર જ વાત કરી હતી. આ વખતે પણ એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે મોદી કોરોનાવાયરસ વિશે જ ઉલ્લેખ કરશે.

દરેક મુશ્કેલ, પડકાર કંઈને કંઈક શીખવે છે. કેટલીક સંભાવનાના માર્ગ બનાવે છે. નવી દિશા આપે છે. આ સ્થિતિમાં તમે દેશવાસીઓએ જે સંકલ્પ શક્તિ દર્શાવી છે તે ભારતમાં એક નવા પરિવર્તનની શરૂઆત થઈ છે. આપણી સંસ્થા તથા તમામ ક્ષેત્રે નવી ટેકનોલોજી પરિવર્તન તરફ આગળ વધી રહ્યા છે. ટેકનોલોજીના મોરચે દરેક ઈનોવેટર કંઈને કંઈક નવું કરી રહ્યા છે. દેશ એક ટીમ તરીકે કામ કરે છે તેનો આજે આપણે અનુભવ કરી રહ્યા છે. સરકારના તમામ વિભાગો સાથે મળીને કામ કરી રહ્યા છે. એવિએશન, રેલવે સહિત તમામ સેક્ટરના લોકો કામ કરી રહ્યા છે, જેથી લોકોને ઓછી તકલીફ પડે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.