દેશમાં કોરોના બેકાબૂઃ દર કલાકે ૨૩૩ કેસ
ન્યુ દિલ્હી : ભારતમાં કોરોના મહામારીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૬૦૯ નવા કેસ નોંધાયા અને ૧૩૨ દર્દીઓના મોત થયા છે. આ આંકડાઓને પ્રતિ કલાકની રીતે જાઇએ તો દર કલાકે ૨૩૩ કોરોના સંક્મણના કેસો સામે આવ્યા અને પ્રતિકલાકે ૫થી વધારે લોકોનાં મૃત્યુ થયા છે. દેશમાં વધી રહેલા કેસોમાં મહારાષ્ટÙનો ફાળો સૌથી વધારે હોવાનું પણ માનવામાં આવી છે. મહારાષ્ટÙમાં સંક્રમિતોની સંખ્યા ૩૯,૨૯૭ અને મૃત્યુઆંક ૧૩૯૦ પર પહોંચી ગયો છે. તો બીજા નંબરે રહેલા તમિલનાડુમાં સંક્રમિતોનો આંકડો ૧૩ હજારની પાર પહોંચ્યો છે. ૩ દિવસ પહેલા જ આ સંખ્યા એક લાખને પાર પહોંચી હતી. આ સપ્તાહ દર્દીઓની સંખ્યા પહેલા કરતા વધી ગઈ છે. હવે દર ૨ દિવસે ૧૦ હજારથી વધુ સંક્રમિત વધી રહ્યા છે, અને રોજ દોઢ હજારથી વધુ દર્દીઓ સાજા થઈ રહ્યા છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યાં પ્રમાણે, છેલ્લાં ૨૪ કલાકમાં ભારતમાં કોરોના વાઇરસના ૫૬૦૯ કેસ નોંધાયા છે, જ્યારે ૧૩૨ દરદીઓના મૃત્યુ થયા છે.. જા તેને પ્રતિ કલાકની રીતે જાઇએ તો ભારતમાં એક પછી એક લોકડાઉન-૪ સુધી પહોંચવા છતાં પ્રતિ કલાકે ૨૩૩ પોઝીટીવ કેસ નોંધાયા છે અને દર કલાકે ૫ લોકોના મૃત્યુ થયા છે. ગઇ કાલે બુધવારે પણ ૫ હજીર કરતાં વધારે કેસો બહાર આવ્યાં હતા. હાલ દેશમાં કુલ કેસની સંખ્યા ૧,૧૨,૩૫૯એ પહોંચી છે, જ્યારે ઍÂક્ટવ કેસની સંખ્યા ૬૩,૬૨૪ છે.