કોરોના ઈન્ડિયા : દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમિતોની ૧૩૬૬૪ કેસ-૪૫૦ મોત થયા છે.

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રખેવાળ, નવી દિલ્હી
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૩૬૬૪થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં ત્રણ હજારથી પણ વધારે કેસ થઈ ગયા છે. સાથે જ દિલ્હી, તમિલનાડું, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ એક હજારથી વધારે દર્દી છે. ગુરુવારે ૧૦૮૧ નવા કેસ સામે આવ્યા હતા. જેમાં મહારાષ્ટ્રમાં ૨૮૬, રાજસ્થાનમાં ૫૫, ઉત્તરપ્રદેશમાં ૭૦, ગુજરાતમાં ૧૬૩ અને બિહારમાં ૮ નવા દર્દી મળ્યા છે. 
 
તો બીજી બાજુ મધ્યપ્રદેશના ઈન્દોરમાં રેકોર્ડ ૨૫૬ નવા દર્દી મળ્યા હતા. આ દેશના કોઈ પણ શહેર કરતા એક દિવસનો સૌથી વધારે આંકડો છે.મધ્યપ્રદેશના ૬૫% દર્દી ઈન્દોરમાં છે. આ આંકડાઓcovid19india.org અને રાજ્ય સરકાર દ્વારા મળેલી માહિતી પ્રમાણે છે. સાથે જ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યાર સુધી ૧૨૭૫૯ કોરોના પોઝિટિવ મળી ચુક્યા છે. જેમાં ૧૦૮૨૪ દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે ૧૫૧૪ સ્વસ્થ થયા છે. અત્યાર સુધી ૪૨૦ લોકોના મોત થયા છે.
 
 દેશમાં મોતનો આંકડો સતત વધતો જઈ રહ્યો છે. શુક્રવાર સુધી મરનારાઓની સંખ્યા ૪૪૮ પર પહોંચી ગઈ છે. મધ્યપ્રદેશમાં  ગુરુવારે ૯ લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે જેમાં ૮ મોત ઈન્દોરમાં થયા છે. સાથે જ ભોપાલમાં હમીદિયા હોસ્પિટલામાં ૧૧ એપ્રિલે મૃત જહાંગીરાબાદ નિવાસી યૂનુસ ખાનનો રિપોર્ટ ગુરુવારે પોઝિટિવ આવ્યા હતો. શહેરમાં કોરોનાથી અત્યાર સુધી ૬ લોકોના મોત થયા છે. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.