ત્રણનાં મોત,રશિયા-ક્રીમિયાને જોડતા બ્રિજ પર આગ લાગી,

National news
National news

રશિયા અને ક્રીમિયાને જોડનારા કર્ચ સ્ટે્રટ બ્રિજ પર શનિવારે આગ લાગી હતી. યુક્રેન સાથે થઈ રહેલા યુદ્ધ વચ્ચે આ બ્રિજ રશિયાના સૈનિકો માટે અત્યંત મહત્વનો છે. સોશિયલ મીડિયામાં ભારે પ્રમાણમાં શેર થઈ રહેલા વીડિયો અને ફોટામાં બ્રિજ પર લાગેલી ભયંકર આગ જોઈ શકાય છે. ક્રીમિયા પર ૨૦૧૪માં રશિયાએ કબજો જમાવ્યા બાદ કર્ચ સ્ટે્રટ બ્રિજને રશિયાની તાકાતનું પ્રતિક માનવામાં આવતો હતો. ઉલ્લેખનીય છે કે, રશિયા અને ક્રીમિયાને જોડતા અબજોની કિંમતે બનેલો આ બ્રિજ યુક્રેન માટે ખૂબ જ મહત્વનું ટારગેટ હોવાનું અમેરિકી રક્ષા મંત્રાલય પેન્ટાગન કહી ચૂકયું છે.સંભવિત હુમલાની ભીતિએ હાલમાં જ રશિયાએ તેની સુરક્ષા માટે એર ડિફેન્સ સિસ્ટમ અને રશિયન નેવીને બ્રિજની સુરક્ષામાં તેનાત કરી હતી. બ્રિજ પર લાગેલી આગ યુક્રેન દ્વારા કરવામાં આવેલો હુમલો છે કે, એક દુર્ઘટના તે હજી સુધી સ્પષ્ટ થઈ શકયું નથી. લોકલ ન્યુઝ એજન્સીના રિપોર્ટ મુજબ, આગને કારણે ૩ લોકોના મોત થયાં છે. રશિયન સૈન્ય માટે કડી રૂપ એવા બ્રિજને થયેલા નુકશાનને યુક્રેન માટે વ્યુહાત્મક જીતના રૂપમાં જોઈ શકાય છે. રશિયાને આ ઝટકો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનના ૭૦માં જન્મદિવસ પહેલાં લાગતાં ઘણા યુક્રેન સમર્થકોએ ટવીટર પર હેપ્પી બર્થડે પુટિન લખીને બ્રિજના ફોટા અને વીડિયો પોસ્ટ કર્યા હતાં. આ પહેલા ખબર આવી હતી કે, રશિયાએ ઈરાનમાં બનેલા ડ્રોનથી ઝાપોરિજ્જિયા શહેર પર હુમલા કર્યા હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.