ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે થયેલો ભડકો ભારતને પણ અમુક અંશે નડી શકે છે
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. માત્ર મિડલ ઈસ્ટ જ નહીં સમગ્ર વિશ્વની નજર હાલમાં આ બે શક્તિશાળી દેશો પર છે. વિશ્વ એક મહાન યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. તેનાથી ભારત સહિત ઘણા દેશોની ચિંતા વધી ગઈ છે. કારણ કે જો ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝને રોકશે તો ભારત માટે ક્રૂડ ઓઈલની આયાત કરવી મુશ્કેલ થઈ જશે. તેનાથી તેલ અને એલએનજીની કિંમતોમાં વધારો થઈ શકે છે.
ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષ પર, વિશ્લેષકો કહે છે કે જો ઈરાન હોર્મુઝની સ્ટ્રેટને અવરોધે તો ક્રૂડ ઓઈલ અને એલએનજીના ભાવ વધી શકે છે. આ સ્ટ્રેટ દ્વારા ભારત જેવા દેશો સાઉદી અરેબિયા, ઈરાક અને યુએઈમાંથી ક્રૂડ ઓઈલની આયાત કરે છે. નોંધનીય છે કે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તાજેતરના તણાવનો પ્રથમ તબક્કો 1 એપ્રિલથી શરૂ થયો હતો જ્યારે ઈઝરાયેલની સેનાએ સીરિયામાં ઈરાની દૂતાવાસ પર બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં ઈરાનના ટોચના કમાન્ડર સહિત 13 લોકો માર્યા ગયા હતા. આ પછી ઈરાને ઈઝરાયેલની ધરતી પર 300થી વધુ ડ્રોન અને મિસાઈલો છોડીને જવાબી કાર્યવાહી કરી હતી. જો કે, અમેરિકા, બ્રિટન અને ઇઝરાયલની સુરક્ષા કવચ આયર્ન ડોમની મદદથી 99 ટકા હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. તેના જવાબમાં ઈઝરાયેલે પણ ગુરુવારે રાત્રે ઈરાનમાં વિસ્ફોટ કર્યા હતા. જો કે, આ હુમલાની જવાબદારી ન તો ઇઝરાયલે લીધી છે અને ન તો ખુદ ઈરાને આ હુમલાનો સ્વીકાર કર્યો છે.
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષ બાદક્રૂડ ઓઈલની કિંમતો આસમાને પહોંચી ગઈ છે, ક્રૂડ ઓઈલની કિંમત US $90 પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગઈ છે. મમ્મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસે જણાવ્યું હતું કે તણાવ ઓછો કરવાના પ્રયાસોથી કટોકટી નિયંત્રણમાં આવવાની શક્યતા છે, જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને અવરોધિત કરશે તો તેલ અને એલએનજીના ભાવમાં તીવ્ર વધારો થશે.
હોર્મુઝની સ્ટ્રેટ ઓમાન અને ઈરાન વચ્ચે લગભગ 40 કિલોમીટર પહોળી દરિયાઈ પટ્ટી છે. આ માર્ગ દ્વારા સાઉદી અરેબિયા ( 63 લાખ બેરલ પાર્ટી દિવસ), UAE, કુવૈત, કતાર, ઈરાક (33 લાખ બેરલ પ્રતિ દિવસ) અને ઈરાન (13 લાખ બેરલ પ્રતિ દિવસ) ક્રૂડ ઓઈલની નિકાસ કરે છે. વૈશ્વિક LNG વેપારનો લગભગ 20 ટકા તેમાંથી પસાર થાય છે. આમાં કતાર અને UAEમાંથી લગભગ તમામ LNG નિકાસનો સમાવેશ થાય છે. મોતીલાલ ઓસ્વાલે તેમની ટિપ્પણીમાં જણાવ્યું હતું કે આ લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) માટે કોઈ વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ નથી. ભારત આ માર્ગ દ્વારા સાઉદી અરેબિયા, ઈરાક અને યુએઈમાંથી તેલ તેમજ એલએનજીની આયાત કરે છે.