રજાઓમાં કોરોનાના કેસો વધતા ચીનમાં કેટલાક શહેરોમાં લોકડાઉન

National news
National news

ચીનમાં એક સપ્તાહની રજાઓ દરમિયાન કોરોનાના કેસોની સંખ્યા ત્રણ ગણી વધવાને કારણે અને કોમ્યુનિસ્ટ પાર્ટીની એક અગત્યની બેઠકને ધ્યાનમાં રાખીને કેટલાક શહેરોમાં ફરીથી લોકડાઉન અને યાત્રા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ગઇકાલે કરવામાં આવેલી કોરોનાની તપાસમાં મોટી સંખ્યામાં કોરોનાના કેસો મળી આવ્યા હતાં. ત્યારબાદ સરકારે ઉત્તર ચીનના શાંક્સી પ્રાંતના ફેનયાંગ શહેરમાં સોમવારે લોકડાઉન લગાવ્યો હતો.મંગોલિયા પ્રાંતમાં રાજધાની હોહેટે જાહેરાત કરી છે કે મંગળવારથી બહારના વાહનો અને યાત્રીઓનો શહેરમાં પ્રવેશ પ્રતિબંધિત કરી દેવામાં આવશે. હોહોટમાં લગભગ ૧૨ દિવસમાં બે હજારથી વધારે કેસ નોંધવામાં આવ્યા છે.કોમ્યુનિસ્ટ પાર્ટી કોરોનાના વધતા કેસો અંગે વધારે ચિંતિત છે કારણકે આગામી રવિવારથી પાંચ વર્ષમાં એક વખત થનારી પાર્ટી કોંગ્રેસ માટે રાષ્ટ્રની સકારાત્મક છબિ રજૂ કરવાના પ્રયત્નો પર પાણી ફરી શકે છે.ચીનની સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હોવા છતાં રજાઓ પછી દૈનિક કેસોની સંખ્યા ૬૦૦થી વધીને ૧૮૦૦ થઇ ગઇ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.