આગામી ૦૮ માર્ચના રોજ બનાસકાંઠાની તમામ કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરાશે

આગામી ૦૮ માર્ચના રોજ બનાસકાંઠાની તમામ કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરાશે

આગામી ૦૮ માર્ચ ૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુર તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ, પાલનપુરના ઉપક્રમે પાલનપુરની કોર્ટોમાં તથા બનાસકાંઠા જીલ્લાની તમામ કોર્ટોમાં સને-૨૦૨૫ની પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે.

જેમાં નાગરિકો સમાધાન લાયક ફોજદારી કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટને લગતા કેસો, બેંકને લગતા દાવા, વાહન અકસ્માત વળતરને લગતા દાવા, લગ્ન જીવનની તકરારને લગતા કેસો, મજદુર તકરારને લગતા કેસો, જમીન સંપાદનને લગતા કેસો, પાણી તેમજ વીજળીને લગતા કેસો, મહેસુલી દાવા, દીવાની તકરારના દાવા સમાધાન માટે મુકી શકશે.

જે કોઈપણ પક્ષકાર ભાઈ-બહેનો તેમના સમાધાનપાત્ર કેસ સમાધાન માટે મૂકવા માંગતા હોય તેઓએ જાતે અથવા તેમના એડવોકેટ મારફતે તેમના કેસોની વિગત સહિત હેડ કલાર્ક, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ન્યાય સંકુલના ભોંયરામાં, જોરાવર પેલેસ, પાલનપુર ટેલિફોન નંબર ૦૨૭૪૨- ૨૬૧૪૯૫ના સરનામે સંપર્ક કરવો તથા તાલુકાના કોર્ટના કેસો માટે જે તે તાલુકા કોર્ટની તાલુકા કાનૂની સેવા સમિતિની ઓફિસનો સંપર્ક કરવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *