પાટણ પોલીસના મુખ્ય મથક ખાતે શુક્રવારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમે આપત્તિ વ્યવસ્થાપન અંગે પોલીસ કમૅચારી ઓને વિશેષ તાલીમ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમમાં કુદરતી અને માનવ સર્જિત આફતોનો સામનો કરવાની પદ્ધતિઓ શીખવવામાં આવી હતી.
આ સાથે NDRF ટીમે પૂર, ભૂકંપ અને આગ જેવી આપત્તિઓ દરમિયાન બચાવ કાર્યો કેવી રીતે કરવા તે અંગે પોલીસ કમૅચારીઓને માર્ગદર્શન સાથે બચાવ સાધનોના ઉપયોગની પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમ દરમ્યાન વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ તાલીમ કાર્યક્રમમાં સિદ્ધપુર DySP કે.કે. પંડ્યા સહિત અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત રહી તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.