કડી તાલુકાના નંદાસણ પોલીસે સફળતા મેળવી છે. પોલીસે ભમરીયાપુરા વિસ્તારમાં દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડ્યો છે.પોલીસને બાતમી મળી હતી કે રાજપુર ભમરીયાપુરામાં હનુમાન મંદિર નજીક આવેલી એક ઓરડીમાં પ્રદીપ ઠાકોર વિદેશી દારૂનો વેપાર કરી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે રેડ કરી હતી. દરોડા દરમિયાન પોલીસને ઓરડીમાંથી 432 વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા દારૂની કિંમત ₹2,52,566 આંકવામાં આવી છે. આરોપી પ્રદીપ ઠાકોર રેડ દરમિયાન સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. નંદાસણ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે આરોપીને જલ્દીથી પકડી પાડવામાં આવશે.

- July 3, 2025
0
287
Less than a minute
You can share this post!
editor