વાવ તાલુકાના વાસરડા ગામે રહેતા મહેન્દ્રભાઈ કલાભાઈ પરમાર ઉવ.(19) નામના યુવક ને તારીખ (10) જુલાઈ ના રોજ ગામના જ એક યુવક જોડે માથાકૂટ થતાં મહેન્દ્રભાઈ પરમાર ને માર મારી જાતિ વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલતા યુવકે ઘેર આવી તેના મોટા બાપા ને આ બાબત ની જાણ કરી બીજા દિવસે (11) જુલાઈ ના રોજ ગુમ થઈ જતાં પરીવાર જનોએ આ બાબત ની વાવ પોલીસ ને જાણ કરતાં વાવ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. ત્યારે ગત રોજ (12) જૂનના રોજ વાસરડા ગામે આવેલ 50 ફૂટ ઊંડા અવાવર કુવામાં આ લાશ જોવા મળતાં થરાદ ખાતે થી તરવૈયા ને બોલાવી મૂર્ત દેહ ને બહાર નીકાળ્યો હતો.
જો કે તેની પાસે થી કોઈ વસ્તુ મળી આવી નહતી પોલીસે તેનો મોબાઈલ મેળવી આગળની તપાસ હાથ ધરી હતી. મૂર્તક મહેન્દ્રના પરિવાર જનોએ આક્ષેપ કર્યો હતો કે મહેન્દ્રને ગામના જ યુવકે મારમારી જાતિ વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલતા કાં તો તે મરવા મજબુર બન્યો છે. અથવા તેને મારી આ કુવામાં નાખી દેવાયો હોવાના આક્ષેપ થતાં મરનાર યુવકની હત્યા આત્મહત્યા કે પછી મરવા મજબુર જેવા સવાલો ચર્ચા ના એરણે ચડ્યા છે. જો કે મૂર્તકના મૂર્તદેહને પી.એમ ખાતે વાવ રેફરલમાં લવાયો છે. જ્યારે મૂર્તકના પરિવાર જનો મૂર્તકના ન્યાય માટે ફરિયાદ આપી છે. હવે જોવાનું એ રહ્યું કે વાવ પોલીસ મથક ખાતે હત્યા આત્મહત્યા કે મરવા મજબુરનો કયો ગુનો નોંધાય છે. આ લખાય છે ત્યાં સુધી કઈ ફરિયાદ નોંધાવી જે અંગે પીડિત જનો એડવોકેટ સાથે પોલીસ મથકે હોવાનું જાણવા મળેલ છે.

