મર્ડરના ગુન્હાના છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા આરોપીને કર્ણાટક ખાતેથી પાટણ એલસીબી દબોચ્યો

મર્ડરના ગુન્હાના છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા આરોપીને કર્ણાટક ખાતેથી પાટણ એલસીબી દબોચ્યો

મર્ડરના ગુન્હાના છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા અને રૂ.૧૦,૦૦૦ નુ જેના પર ઇનામ છે તેવા આરોપીને પાટણ એલસીબી ટીમે કર્ણાટક રાજ્ય ખાતેથી દબોચી પાટણ ખાતે લાવી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની મળતી માહિતી મુજબ પાટણ એલસીબી ટીમે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ નાઓની પાટણ જીલ્લાના પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા કરેલ સુચના આધારે પાટણ એડિવીઝન પો.સ્ટે.ના ગુનાના નાસતા ફરતા આરોપી સફિક ઉર્ફે મિઝાનુર ઉર્ફે મયુદ્દીન અસાદુલ શેખ રહે. જીબનતલા જી.સાઉથ ૨૪-પરગણા રાજ્ય.પશ્ચિમ બંગાળવાળો ઘણા લાંબા સમયથી નાસતો ફરતો હતો.

આરોપીના પકડનારને રૂ.૧૦,૦૦૦/-ના ઇનામ જાહેર કરવામાં આવેલ હોય તેવા ગુન્હાના કેસ પેપરોનો અભ્યાસ કરી, ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્સ દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાટણની ટીમ દ્વારા આરોપીને કર્ણાટક રાજ્યના બેલાગાવી (બેલગાવ) ખાતેથી પકડી લાવી આરોપીની પુછપરછ દરમ્યાન વર્ષ ૨૦૧૫ માં આરોપી તથા મરણજનાર શેખ રોબીઉલ તથા હસીબુલઅલી શેખ એમ ત્રણેય જણા એક ભાડાના મકાનમાં રહેતા હતા.

સમગ્ર ઘટના

પાટણ શહેરમાં આવેલ એક સોનીની દુકાન ઉપર સોનીકામ કરતા હતા, એક દિવસ આરોપી તથા તેના મિત્ર શેખ રોબીઉલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં પોતે આવેશમાં આવી કાનની નીચે ગળાના ભાગમાં ચાકુ મારતાં તેનો મિત્ર લોહી લુહાણ થઇ ગયેલ આરોપી પોતે ગભરાઇ જઇ પાટણ થી પોતાના વતન પશ્ચિમ બંગાળ નાસી ગયેલ, સારવાર દરમ્યાન ઇજા પામનાર મરણ જતાં, ઉપરોક્ત બનાવ બાબતે પાટણ એ ડિવીઝન પો.સ્ટે. ફ.ગુ.ર.નં૫૦/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૦૨ અને જી.પી એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો મરણ જનારના મિત્ર હસીબુલઅલી શેખનાઓએ રજીસ્ટર કરાવેલ.આરોપી છેલ્લા નવ વર્ષથી મહારાષ્ટ્ર રાજ્યના પુના, કોલ્હાપુર તથા મુંબઇ તથા કર્ણાટક રાજ્યના બેંગ્લોર, મૈસુર તથા બેલાગાવી ખાતે જ્વેલર્સની દુકાનમાં પોતાની ઓળખ છુપાવવા પોતાના નામ બદલીને સોની કામની મજુરી કરતો હતો અને પોલીસ પકડથી દુર હતો.

subscriber

Related Articles