દબાણો દૂર થતા વાહનચાલકો અને રાહદારીઓએ રાહત અનુભવી; પાટણ નગરપાલિકા અને પોલીસે શહેરની ટ્રાફિક સમસ્યા નિવારવા મંગળવારે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ અને પાલિકા એ શહેરના ટીબી ત્રણ રસ્તા અને સિદ્ધપુર ઓવરબ્રિજ નીચે ગેરકાયદે ઊભા રહેતા લારી-ગલ્લાઓને દૂર કરી ઓવરબ્રિજ નીચેના દબાણ દૂર કરવામાં આવ્યા હતા.પોલીસ બંદોબસ્ત સાથે પાલિકા દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન અતિક્રમણ કરનારાઓ પાસેથી સ્થળ પર જ દંડ વસૂલી અંદાજીત રૂ .2200 નો દંડ વસૂલવામાં આવ્યો હતો. પાલિકા અને પોલીસ દ્રારા દૂર કરાયેલા લારી-ગલ્લાઓને નગરપાલિકા ખાતે લઈ જવામાં આવ્યા હોય જે વેપારી પાસેથી દંડની રકમ વસૂલ કયૉ બાદ જ તેમને છોડવામાં આવશે. પાલિકા પોલીસ ની સંયુકત કાર્યવાહી થી રસ્તા પરનું બિનજરૂરી અતિક્રમણ દૂર થતા વાહન ચાલકો અને રાહદારીઓ એ રાહત અનુભવી હતી.

- May 14, 2025
0
138
Less than a minute
You can share this post!
editor