MIએ 13 વર્ષ બાદ જયપુરમાં જીત નોંધાવી, હાર્દિકની કેપ્ટનશીપમાં આ અદ્ભુત સિદ્ધિ હાંસલ થઈ

MIએ 13 વર્ષ બાદ જયપુરમાં જીત નોંધાવી, હાર્દિકની કેપ્ટનશીપમાં આ અદ્ભુત સિદ્ધિ હાંસલ થઈ

મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર રીતે રાજસ્થાન રોયલ્સને 100 રનથી હરાવ્યું. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું. રાજસ્થાન રોયલ્સ માટે, કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે ખોટો સાબિત થયો. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 217 રન બનાવ્યા. રોહિત શર્મા અને રાયન રિકેલ્ટન ટીમ માટે સૌથી મોટા હીરો સાબિત થયા. બંને બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી.

મુંબઈ ઈન્ડિયન્સને ૧૩ વર્ષ પછી જયપુરમાં આઈપીએલમાં જીત મળી છે. આ પહેલા મુંબઈએ 2012માં જયપુરમાં રાજસ્થાન રોયલ્સ સામેની મેચ 10 વિકેટથી જીતી હતી. હવે 13 વર્ષ પછી હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં જયપુરમાં મુંબઈનો વિજય ખાતું ખુલ્યો છે. ચાલુ સિઝનમાં હાર્દિકની કેપ્ટનશીપ હેઠળ મુંબઈની આ સતત છઠ્ઠી જીત છે. મુંબઈએ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં કુલ 9 આઈપીએલ મેચ રમી છે, જેમાંથી ટીમે ફક્ત 3 મેચ જીતી છે અને 6 મેચ હારી છે.

મુંબઈ ઈન્ડિયન્સ માટે, રોહિત શર્મા અને રાયન રિકેલ્ટને ઇનિંગ્સની શરૂઆતથી જ સારી બેટિંગ કરી. આ બંને ખેલાડીઓએ પહેલી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી અને મોટા સ્કોરનો પાયો નાખ્યો. બંને બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. રોહિતે 36 બોલમાં ખૂબ જ સરળતાથી 53 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેમના સિવાય, રિકેલ્ટને 61 રનનું યોગદાન આપ્યું. રિકેલ્ટનને મહેશ તીક્ષના બોલ પર બોલ્ડ આઉટ કરવામાં આવ્યો. જ્યારે રોહિતને રિયાન પરાગે પેવેલિયન મોકલ્યો હતો. આ બે સિવાય રાજસ્થાનના અન્ય કોઈ બોલરને વિકેટ મળી ન હતી.

સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાએ પણ સારી બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. આ બંને ખેલાડીઓએ છેલ્લી ઓવરોમાં ઝડપથી રન બનાવ્યા. સૂર્યાએ 23 બોલમાં 48 રન બનાવ્યા. હાર્દિકે પણ 23 બોલમાં 48 રનનું યોગદાન આપ્યું. રાજસ્થાનના બોલરો મેચમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યા અને સારું પ્રદર્શન કરી શક્યા નહીં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *