હરાજીમાં ઊંચો ભાવ પડ્યો : ઊંઝા ગંજબજારમાં નવા જીરાની આજથી શરુઆત થઈ છે. ગોંડલ પંથકમાંથી આવેલ નવા જીરાની આજે હરાજી યોજાઈ હતી. નવા ગંજબજાર ખાતે યોજાયેલ જીરાના મુહૂર્તમાં મણે ભાવ રૂ 22,222 નો ઊંચો પડ્યો હતો. જેને લઈ ઊંઝા ગંજબજારમાં આજથી નવા જીરાની આવકની શરુઆત થઇ છે.
ઊંઝા ગંજબજારમાં આજથી નવા જીરાની આવકનો પ્રારંભ થયો છે. નવા ગંજબજાર ખાતે સિઝનના નવા જીરાની આવકનું મુહર્ત થયું હતું. જેમાં મુહૂર્તની હરાજીમાં રૂ 22222 જેટલા ઊંચા ભાવ બોલાયા હતા. નવા જીરાની આવક થતા વેપારીઓમાં ખુશી જોવા મળી હતી. ગોંડલ પંથકમા જીરાનું વાવેતર ખુબજ વહેલું થાય છે. આથી જીરાનું દર વર્ષે જાન્યુઆરી મહિના દરમિયાન મુહૂર્તની હરાજી કરવામાં આવે છે. આજરોજ ઊંઝા ગંજબજારમાં નવા ગાંડલ પંથકમાંથી આવેલ ખેડૂતોને માલનો મુહૂર્તનો સોદો રૂ 22,222 નો ભાવ પડ્યો હતો.