વાવ શહેરના મુખ્ય માર્ગોનું નવીનીકરણ કરવા લોક માંગ ઉઠી; ગતરોજ રાત્રીના મામુલી 1 ઇંચ વરસાદ પડતાં વાવ શહેરના જુના બસ સ્ટેન્ડ વિસ્તાર તેમજ નવીન બસ સ્ટેન્ડ વિસ્તાર સોની બજાર તેમજ ઠાકર કોમ્પ્લેક્સ જેવા વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થઈ જતા લોકો ને ચાલવામાં ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે.જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં વાહનો ની વધુ પડતી અવર જવર ને લઈ વુરધ લોકો તેમજ નાના ભૂલકાઓને ભારે હેરાન ગતિનો સામનો કરવો પડે છે. જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભારે ગંદકીનું સામ્રાજ્ય વધી ગયું છે.
જો કે 15 હજારની જન સંખ્યા ધરાવતા વાવ શહેરના મડીચોક જુના બસ સ્ટેન્ડ તેમજ જૂની પંચાયત ઘર વિસ્તારમાં રોડનું નવીની કરણ કરવું જરૂરી છે. આ વિસ્તાર માં વર્ષો થી મુખ્ય માર્ગો ખખડધજ જોવા મળી રહ્યા છે. જેથી કરીને લોકો માં ભારે નારાજગી જોવા મળી રહી છે. જો હવે ચોમાસાની ઋતુમાં 2 ઇંચ થી વધુ વરસાદ પડ્યો તો વાવ શહેરનો જુના બસ સ્ટેન્ડનો વિસ્તાર નર્કગાર સમાન બની જશે. વધુ માં 50 લાખના ખર્ચે વાવના જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં બનેલા સોચાલય કોમ્યુનિટી હોલ પુસ્તકાલય માં ગંદકી છવાઈ ગઈ છે.રાજ્ય સરકારની લાખો રૂપિયાની ગ્રાનટ એળે ગયેલી સાબિત થઈ રહી છે. વાવ શહેરના વિવિધ વિસ્તારોના ખખડધજ માર્ગો પર ડામર રોડ બનાવવામાં આવે તેવી પ્રચડ લોક માંગ છે.