સાંસદે પીડિતોને ન્યાય મળે તે માટે પ્રયત્નો કરવાની હૈયા ધારણા આપી
તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ન આવતા પીડિતો કફોડી હાલતમાં મુકાયા; બનાસકાંઠા કોંગ્રેસના મહિલા સાંસદે પાલનપુરમાં એક મહિના થી બેઘર બનીને રસ્તા પર જીવન ગુજારો ચલાવી રહેલા આઠ જેટલા દબાણ પીડિત પરિવારોની મુલાકાત લઈ તેમની આપવીતી જાણી હતી અને તેમની સાથે કરાયેલા અન્યાય અંગે સરકારમાં રજૂઆત કરી તેને ન્યાય અપાવવાની હૈયા ધારણા આપી હતી.
પાલનપુરના ગણેશપુરા રોડ પર એક મહિલા અગાઉ દલિત, ઠાકોર અને રબારી સમાજના વર્ષો જૂના નવ જેટલા મકાનો દબાણના નામે તોડી પાડવામાં આવ્યા હતા જેને લઇ આ પરિવારો બેઘર બનીને હાલ રસ્તા પર જીવન ગુજારો ચલાવી રહ્યા છે. જોકે આ પીડિતો દ્વારા તેમના પુનઃ વસન માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરાઇ રહી છે તેમ છતાં તંત્ર દ્વારા પીડીતો માટે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આ પરિવારો કફોડી હાલતમાં મુકાયા છે. ત્યારે લોકસભામાં મહિલા સાંસદ ગેનીબેન ઠાકોરે આ પીડિતોની મુલાકાત લઈ તેમની આપવીતી જાણી તેમને ન્યાય અપાવવા પુરતા પ્રયત્નો કરવાની હૈયા ધારણા આપી હતી.