રવિવારે કલર્સ ગુજરાતી અને જીઓ હોટસ્ટાર માં આવતા રસોઈ શો માં પાટણની પ્રજાપતિ સમાજની માં-દીકરી ની જોડીએ ગૌરી વ્રત વિશેષ જાંબુ શ્રીખંડ-પૂરીની વાનગી બનાવીને પાટણ નું ગૌરવ વધાર્યું છે. માતા – પુત્રીની જોડી એ સ્વાદ અને ભારતીય સંસ્કારની મીઠી સમજૂતી રજૂ કરી પૌરાણિક રસોઈ કળા ને પેઢી દર પેઢી જીવંત રાખવાના ભાવ ને ઉજાગર કર્યો હતો. પાટણ પ્રજાપતિ પરિવારની હિમાની પંકિતકુમાર પ્રજાપતિએ રસોઈ શો માં ચોથી વખત રસોઈ પ્રસ્તુત કરી હતી જ્યારે તેમની દીકરી હરિતા પ્રજાપતિ એ માત્ર નવ વર્ષ ની નાની ઉંમરે રસોઈ શો જેવા મોટા મંચ ઉપર પોતાના કળાના કૌશલ્ય અને આત્મવિશ્વાસ સાથે ભાગ લઈ અણમોલ અનુભવો નું આગોતરું પગરણ શરૂ કર્યુ છે.માત્ર નવ વર્ષની નાની ઉંમરે રસોઈમાં કુશળતા દર્શાવવી આ ખરેખર પ્રશંસનિય અને પ્રેરણાદાયી હોવાનું રસોઈ શો ના આયોજકો એ જણાવ્યું હતું.
- July 7, 2025
0
337
Less than a minute
You can share this post!
editor

