પિતાની અંતિમ ક્રિયા માટે પુત્ર લંડનથી અમદાવાદ આવ્યો હતો; અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ઊંઝા તાલુકાના ઐઠોર ગામના માતા અને પુત્રનું મોત નિપજ્યું છે. પખવાડિયા અગાઉ પિતાનું નિધન થતા અંતિમ વિધિ માટે આવેલ પુત્ર માતાને લઈ પરત લંડન જતા ઘટના બની હતી જેને લઈને મૃતકના કુટુંબીજનોમાં શોકનો માહોલ સર્જાયો છે. પિતાની અંતિમ ક્રિયા માટે પુત્ર લંડનથી અમદાવાદ આવ્યો હતો જ્યારે આ પ્લેન દુર્ઘટનામાં પિતાનું અને દાદીનું મૃત્યુ થતાં પુત્ર લંડનથી પિતાની અંતિમ સંસ્કાર માટે અમદાવાદ આવશે.
ઊંઝા તાલુકાના ઐઠોર ગામના વતની અને અમદાવાદ નરોડા ખાતે રહેતા કેતનભાઇ ભગવાનભાઈ પટેલ ઉ.વ ૪૦ પખવાડિયા અગાઉ તેઓના પિતાનું નિધન થતા અંતિમ વિધિ માટે અમદાવાદ આવ્યા હતા. પિતાની અંતિમ વિધિ પુર્ણ કરી અમદાવાદ ખાતે પોતાના ઘરેથી માતા સવિતાબેન પટેલ ઉ.વ ૭૦ સાથે પરત લંડન જઈ રહ્યાં હતા તે દરમિયાન ઘટના બનતા બન્ને જણાના મોત નીપજ્યા હતાં.